મધુ શ્રીવાસ્તવે ટિકિટ ન મળવાનું કારણ જણાવ્યું, 300 કરોડના કૌભાંડનો મુદ્દો ઉછાળ્યો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે વધુ એક નિવેદન આપ્યું જેનાથી રાજકારણ ગરમાયું હતું. તેમણે પોતાને ટિકિટ કેમ નથી મળી એના આક્ષેપો ભાજપ પર લગાવ્યા હતા. આની સાથે તેમણે એગ્રો ચેરમેન તરીકે ફરજ દરમિયાનનો એક કિસ્સો પણ ઉછાળ્યો હતો. ચલો તેમના નિવેદન પર વિગતવાર નજર કરીએ…

મધુ શ્રીવાસ્તવે જણાવ્યું તેમને ટિકિટ કેમ ન મળી…
દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે મને ટિકિટ ન આપવા પાછળ સંસદ સભ્ય તથા નીચેના સંગઠનનો હાથ છે. મને એગ્રોનો ચેરમેન બનાવ્યો હતો, હું 6 વાર ચૂંટણી જીત્યો છતા ચેરમેન જ બનાવાયો હતો. મેં 300 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારપછી મેં આગળની કાર્યવાહી હાથ ધરાવી અને જવાબદાર લોકોને સસ્પેન્ડ પણ કર્યા હતા. MD, મેનેજર સામે મેં FIR નોંધાવવી જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ એવી માગ કરી હતી. એના કારણે મારી ટિકિટ કાપી દેવામાં આવી છે.

વોટ શેર મુદ્દે કહ્યું…
મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું હું 30 વર્ષથી જનતાનું કામ કરતો આવ્યો છું. મેં વાઘોડિયામાં ક્યારેય ભાગલા નથી પાડ્યા કે કોમવાદ પણ કરાવ્યો નથી. મેં જાતિવાદ પણ નથી કર્યો અને કોઈની સાથે ભેદભાવ રાખ્યો નથી. બધાનું કામ નિષ્ઠા પૂર્વક હું કરતો આવ્યો છું. હું જાતિવાદના ભેદભાવ વગર કામ કરતો આવ્યો છું.

ADVERTISEMENT

With Input: દિગ્વિજય પાઠક

    follow whatsapp

    ADVERTISEMENT