ટિકિટ કપાઈ જતા મધુ શ્રીવાસ્તવની પ્રતિક્રિયા આવી સામે, કહ્યું- હું PM મોદી, અમિતશાહનો ખાસ છું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તેવામાં આજે ગુરૂવારે ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન 84 જેટલા કપાયા છે તો 76ને રિપટ કરવામાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવનો છેલ્લા 6 ટર્મથી ગઢ ગણાતો એવી વાઘોડિયા બેઠક પરથી પણ ભાજપે અશ્વિન પટેલને પસંદ કર્યા છે. તેવામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતા તેમણે મીડિયા સાથે આ અંગે વાતચીત કરી હતી. આના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર કરીએ….

હું અમિત શાહ અને મોદીનો ખાસ છું- મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે હું અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો ખાસ છું. મને ટિકિટ નથી આપી એનો મને પાર્ટીથી પણ વિરોધ નથી કે કોઈ સાથે વ્યક્તિગત વિરોધ પણ નથી. મારું એક જ લક્ષ્ય છે કે મારા મતવિસ્તાર અને મંદિરનું કામ બાકી છે. આની સાથે ઘણા રોડ રસ્તા કરવાના કાર્યો બાકી હતા એટલે હું ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરું છું.

ADVERTISEMENT

મધુશ્રીવાસ્તવે કાર્યકર્તાઓ વિશે કહ્યું…
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે કાર્યકર્તાઓ કહેશે એમ જ હું કરીશ. તેઓ કહેશે કે ચૂંટણી નથી લડવાની તો નહીં લડું. તેઓ કહેશે અહીં તમારે સેવા આપવાની છે તો હું એમ કરીશ. ચૂંટણી પછી પણ અને પહેલા પણ જો પાર્ટી કહેશે કે મારે લડવાનું છે તો હું એમ કરીશ. મારુ સમર્થન ભાજપને જ રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT