Lulu Group અમદાવાદમાં બનાવશે દેશનો સૌથી મોટો શોપિંગ મોલ, રૂ.3000 કરોડ ખર્ચ થશે!
નવી દિલ્હી: અબુ ધાબી બેઝ્ડ લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ હવે ગુજરાતમાં પોતાનો બિઝનેસ વધારવાની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત રૂ.3000 કરોડનું રોકણ કરીને શોપિંગ મોલ…
ADVERTISEMENT
નવી દિલ્હી: અબુ ધાબી બેઝ્ડ લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ હવે ગુજરાતમાં પોતાનો બિઝનેસ વધારવાની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત રૂ.3000 કરોડનું રોકણ કરીને શોપિંગ મોલ બનાવવાની તૈયારી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મોલ દેશનો સૌથી મોટો મોલ હશે. આ મોલ અમદાવાદમાં બનાવવામાં આવશે. ગ્રુપ તરફથી મંગળવારે આ સંબંધમાં જાણકારી શેર કરવામાં આવી હતી.
રૂ.3000 કરોડના ખર્ચે મોલ બનશે
પીટીઆઈની રિપોર્ટ મુજબ, લુલુ ગ્રુપને આગામી વર્ષોમાં ભારતમાં મોટા સ્તરે રોકાણની પોતાની યોજના અંતર્ગત અમદાવાદમાં 3000 કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન બનાવ્યો છે. લુલુ ગ્રુપના માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના ડાયરેક્ટર વી.નંદકુમારનું કહવું છે કે, તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે.
લોકોને મળશે રોજગારની તકો મળશે
વી. નંદકુમારે આગળ કહ્યું કે, આ કેરળના કોચ્ચિ અને ઉત્તર પ્રદેશના લખનઉ બાદ ભારતમાં લુલુ ગ્રુપનો ત્રીજો મોટો શોપિંગ મોલ હશે. તેનાથી રાજ્યમાં પ્રત્યક્ષ રૂપથી 6000 લોકોને અને પરોક્ષ રૂપથી 12000થી વધારે લોકોને રોજગારી મળશે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણના સંબંધમાં વાતચીત અંતિમ ચરણમાં છે.
ADVERTISEMENT
લુલુ ગ્રુપની રૂ.7000 કરોડના રોકાણની યોજના
PTI મુજબ, આ વર્ષે ઓગસ્ટમાં લુલુ ગ્રુપે 7000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ભારતમાં શોપિંગ મોલ બનાવ્યા છે. ગ્રુપે પોતાના રોકાણ પ્લાનમાં ભારતીય રિટેલ સેક્ટરમાં વિકાસના મોટા અવસર જોતા લગભગ એક ડઝન મોલ વિકસિત કરવાની યોજનાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે લખનઉમાં હાલમાં જ ખુલેલા લુલુ મોલમાં ધાર્મિક કારણોને કારણે ખાસ ચર્ચામાં રહ્યો હતો.
ADVERTISEMENT