ગીર ગઢડામાં સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો, પરિણીત આર્મી મેન ગામની યુવતીને ભગાડી ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગીર સોમનાથ: રાજ્યમાં ફરી એકવાર લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. જેમાં ગીર ગઢડાના એક ગામમાં પરિણીત યુવક ગામની જ યુવતીને ભગાડી જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ મામલે સજ્જડ બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને યુવતીને પરત લાવવામાં આવે તેવી માંગ કરી છે.

પરિણીત યુવક ગામની યુવતીને ભગાડી ગયો
પ્રાપ્ત વિગતો મુજબ, ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના એક ગામમાં લવ જેહાદનો કિસ્સો બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 23મી જાન્યુઆરીએ અમદાવાદથી ગામ આવવા બસમાં બેઠેલી યુવતી ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેના ફોનનું લોકેશન તપાસ્યું હતું, જેમાં યુવતી ગામના જ એક પરિણીત યુવક જે CRPFનો જવાન છે તેની સાથે હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીના ભાગી જવાથી ગામલોકોમાં ભારે આક્રોશ છવાયો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં ક્રિકેટ રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત બાદ હવે ફૂટબોલ રમતો 21 વર્ષનો યુવક ઢળી પડ્યો

ADVERTISEMENT

ગ્રામજનોએ રેલી કાઢીને કલેક્ટરને આવેદન આપ્યું
જેના વિરોધમાં આજે ગ્રામજનો દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો અને ઊનામાં એક વિરોધ રેલી પણ કાઢવામાં આવી હતી. આ રેલીમાં ધારાસભ્ય કાળુ રાઠોડ પણ જોડાયા હતા. વિરોધ કરતા લોકોએ કલેક્ટરને આ મુદ્દે આવેદન આપ્યું હતું અને યુવતીને પરત લાવવા માટે પોલીસ સક્રિય થાય તેવી માગણી કરી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ મામલે પોલીસ શું પગલા ભરે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT