અમદાવાદમાં 3 દિવસથી ગુમ નર્સની SMS હોસ્પિટલના 7મા માળેથી લટકતી હાલતમાં લાશ મળી
અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી SMS હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ત્રણ દિવસ ગુમ રહ્યા બાદ હોસ્પિટલમાંથી જ તેની લાશ મળી આવી છે. હોસ્પિટલના 7મા માળે…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી SMS હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ત્રણ દિવસ ગુમ રહ્યા બાદ હોસ્પિટલમાંથી જ તેની લાશ મળી આવી છે. હોસ્પિટલના 7મા માળે નર્સની ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યુવતી પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. હાલમાં તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
નર્સ 12મી જાન્યુઆરીથી ગુમ હતી
ચાંદખેડાની SMS હોસ્પિટલમાં જીમી પરમાર નામની યુવતી નર્સ તરીકે ફરજ બજાવતી હતી. જીમી 12 જાન્યુઆરીએ હોસ્પિટલથી પરત નહોતી આવી. જેથી પરિવારે પોલીસને જાણ કરી હતી. જોકે જીમીના ગુમ થવાના 3 દિવસ બાદ હોસ્પિટલના જ સાતમા માળેથી તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેળ મળી આવ્યો છે. હોસ્પિટલે આ બાદ ચાંદખેડા પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેને લઈને મૃતક નર્સના પરિવારજનો દ્વારા હોસ્પિટલ પર કેટલાક આક્ષેપો કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
હોસ્પિટલમાં ચાર દિવસથી સીસીટીવી બંધ હતા
તેમનો આક્ષેપ છે કે, જ્યારે જીમી ગુમ થઈ અને હોસ્પિટલમાં જઈને પૂછવા પર જવાબ મળ્યો તે બે-ત્રણ કલાકથી જીમી મળતી નથી. કોઈ સંપર્ક થતો નથી અમે હોસ્પિટલની દરેક રૂમ, ટોઈલેટ, બાથરૂમ તથા ક્વાટર્સ ચેક કર્યા છે. જે બાદ પરિવારે પોલીસમાં અરજી આપી. જોકે પોલીસે પણ અરજી પર તરત કાર્યવાહી ન કરી તેવો આક્ષેપ પરિવારજનોનો છે. હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે.
આ પણ વાંચો: નર્મદા જિલ્લામાં સગા ભાઈએ જ કરી મોટા ભાઈની હત્યા, કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો
ADVERTISEMENT
પરિવારજનોનો હોસ્પિટલ સત્તાધિશો પર આક્ષેપ
ખાસ વાત છે કે, હોસ્પિટલનો સાતમો માળ હાલમાં બંધ હાલતમાં છે અને અંડર કન્સ્ટ્રક્શનમાં હોવાથી ત્યાં કોઈની અવરજવર રહેતી નહોતી. એવામાં મૃતક નર્સના પરિવારે આક્ષેપ કર્યો છે કે જો કામકાજ ચાલુ હોય તો હોસ્પિટલને બીયુ પરમિશન કોણે આપી? હોસ્પિટલે પહેલા કહ્યું તમારી દીકરી બહાર ગઈ છે, જો અમને ખબર હોત કે તે બહાર નથી ગઈ તો અમે અંદર જ તેને શોધેત.
ADVERTISEMENT
ADVERTISEMENT