Lok Sabha Election: AAPએ ભાવનગર બેઠક પર ઉમેદવારનું નામ કર્યું જાહેર, આ નેતાને ઉતાર્યા ચૂંટણીના મેદાનમાં

ADVERTISEMENT

AAPએ વધુ એક ઉમેદવારનું નામ કર્યું જાહેર
Lok Sabha Election
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

AAPએ ભાવનગર બેઠક પર ઉમેદવારનું નામ કર્યું જાહેર

point

આજે પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની યોજાઈ હતી બેઠક

point

ચૈતર વસાવા બાદ વધુ એક ઉમેદવારનું નામ કરાયું જાહેર


દેશમાં લોકસભાની ચૂંટણી  (Lok Sabha Election)ને ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે બીજા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

ભાવનગરથી AAPના ઉમેદવારનું નામ જાહેર

આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવા બાદ વધુ એક ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. AAPએ ઉમેશ મકવાણાને ભાવનગરથી ઉમેદવાર બનાવ્યા છે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં ગઠબંધન માટે આમ આદમી પાર્ટીએ 8 સીટો માંગી છે. આ માટે 2022ની ચૂંટણીની મત ટકાવારીનો ઉલ્લેખ કર્યો છે.

 

ADVERTISEMENT

આજે PACની યોજાઈ હતી બેઠક

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આજે 13 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટીની  પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત, હરિયાણા અને ગોવા બેઠકોના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ ડો. સંદીપ પાઠકે ગુજરાતની ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી હતી. 

 

ADVERTISEMENT

પંજાબમાં એકલા જ ચૂંટણી લડશે AAP 

આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, પંજાબમાં બંને પક્ષોના સ્ટેટ લીડર્સ અલગ-અલગ ચૂંટણી લડવા માંગે છે. અમે નક્કી કર્યું છે કે પંજાબમાં બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT