રોડ સાઈડ રોમ્યોને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો, માર્કેટમાં યુવતીની છેડતી કરવાનો આક્ષેપ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરૂચઃ જંબુસરમાં યુવતીને પજવતો અને છેડતી કરતા યુવકને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. અત્યારે માર્કેટમાં રોડ સાઈડ રોમ્યોનો આતંક વધતો જઈ રહ્યો છે. ઘણીવાર યુવતીઓની છેડતીની ફરિયાદ સામે આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં છેડતી કરતા યુવકને માર મારાઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ચલો આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…

માર્કેટમાં રોડ સાઈડ રોમ્યોને ફટકાર્યો
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે એક યુવકે માર્કેટમાં યુવતી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આની સાથે જ લોકોએ તેને ઝડપી પાડતા માર્કેટ વચ્ચે જોવાજેવી થઈ હતી. લોકોએ બજારમાં જ તેની ધોલાઈ કરી નાખી હતી. સ્થાનિકોએ ટિંગાટોળી કરીને તેને પકડી રાખ્યો હતો અને પછી ફટકાર્યો હતો.

લાફા અને લાકડીઓ મારી પાઠ ભણાવ્યો..
સ્થાનિકોએ આ છેડતી કરતા રોડ સાઈડ રોમ્યોને પકડી પાડ્યો હતો. આની સાથે જ તેમણે પહેલા હાથ મરોડીને લાફા માર્યા હતા. તથા યુવકને લાકડીઓ ફટકારીને પાઠ ભણાવ્યો હતો. આ દરમિયાન લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. આવી રીતે ઢોર માર મરાતો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

With Input: દિગ્વિજય પાઠક

    follow whatsapp

    ADVERTISEMENT