વાવમાં મત માગવા ગયેલા ગેનીબેન ઠાકોરને જનતાએ ઘેર્યા, પ્રચાર છોડી ગાડીમાં બેસી પાછા જવું પડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠા: ચૂંટણીને લઈને જ્યાં એક તરફ નેતાઓ વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ મતદારોએ પણ પોતાનો મીજાજ બતાવવાનું શરુ કરી દીધુ છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે ફરીથી ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે, ત્યારે ગેનીબેન ઠાકોરે પણ પોતાના મતવિસ્તારમાં પ્રચારની શરુઆત કરી દીધી છે. જો કે ગેનીબેનને પોતાના જ મતવિસ્તારમાં લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

ચૂંટણી પ્રચારમાં ગેનીબેનનો સ્થાનિકોએ કર્યો વિરોધ
બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા આ વખતે ગેનીબેન ઠાકોરને રિપીટ કરી ફરી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેઓ પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. એવામાં ભરદાવા અને ટોભા ગામમાં તેમને સ્થાનિકોએ જ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ ગેનીબેનને ઘેરીને તમે કયા વિકાસના કાર્યો કર્યા તે મુદ્દે સવાલો પૂછ્યા હતા. આ બાદ કોંગ્રેસના સમર્થકો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ગેનીબેન પ્રચાર અડધો મૂકીને ગાડીમાં બેસીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. હાલમાં આ ઘટનાનો વાડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ
નોંધનીય છે કે બનાસકાંઠાની વાવ બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. વાવ બેઠક પર હાલમાં કોંગ્રેસનો કબ્જો છે. જ્યારે ભાજપે અહીંથી સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ડો. ભીમ પટેલને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

સાબરકાંઠામાં અશ્વિન કોટવાલનો પણ વિરોધ
ખાસ વાત છે કે, ચૂંટણી ટાણે જ 5 વર્ષે એકવાર દેખાતા ઘણા નેતાઓને હાલમાં મત માગવા જતા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અશ્વિન કોટવાલને ટિકિટ આપી છે. તાજેતરમાં જ અશ્વિન કોટવાલ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, જ્યાં તેઓ પોતાને સવાલ પૂછનારા મતદારો સામે રોફ મારતા જોવા મળ્યા હતા. અશ્વિન કોટવાલનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)

    follow whatsapp

    ADVERTISEMENT