દારૂબંધીઃ થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ એક્શન મોડમાં, ગેસ્ટ હાઉસ-પાર્ટી પ્લોટની તપાસ શરૂ..
ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર નવાર નશીલા પદાર્થોના જથ્થા મળી આવે છે. એટલું જ નહીં થર્ટી ફર્સ્ટને લઈને અત્યારે ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન પણ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર નવાર નશીલા પદાર્થોના જથ્થા મળી આવે છે. એટલું જ નહીં થર્ટી ફર્સ્ટને લઈને અત્યારે ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન પણ થતું હશે. આ દરમિયાન કાયદાનો ભંગ ન થાય અને લોકો નશા ન કરે એના માટે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પોલીસ અત્યારે ગેસ્ટ હાઉસ, હોટલોની તપાસ શરૂ કરી દીધી છે. આની સાથે પાર્ટી પ્લોટ પર પણ તેની બાજ નજર રહેશે.
દારૂની મહેફિલ સામે લાલ આંખ
થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ જેવી રીતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બેઠી છે. એને જોતા દારૂની મહેફિલો સામે તેમની બાજ નજર હોવાના સંકેતો મળી રહ્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે બહારના રાજ્યોથી દારૂની હેરાફેરી ન થાય એની પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
ચેક પોસ્ટ પર સઘન તપાસ..
દારૂની મહેફિલો સામે કાર્યવાહી કરવા માટે ગાંધીનગરમાં એન્ટ્રી એરિયા અને અન્ય તમામ જગ્યાઓ પર ચેક પોસ્ટ ઉભા કરાયા છે. એની સાથે જ આવતા જતા દરેક વાહનની તપાસ પણ કરાઈ રહી છે. ગાંધીનગરના DySP અમી પટેલે ચુસ્ત બંદોબસ્ત અંગે માહિતી આપી દીધી છે.
ADVERTISEMENT
With Input: દિગ્વિજય પાઠક
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT