સુરતના મલ્ટિલેવલ પાર્કિંગમાં દારૂ અને ભાજપના પોસ્ટરો મળ્યા! AAPના અલ્પેશ કથીરિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીની ઘડીઓ બાકી રહી છે. એ પહેલા અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આમાં તેમણે ફરિયાદના આધારે હીરા બજારના મલ્ટિલેવલ પાર્કિંગમાં ભાજપના પોસ્ટરોના વિતરણ સહિત દારૂની બોટલ બાજુમાં હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન એવા પણ આક્ષેપો લગાવાયા હતા કે ચૂંટણી પ્રચાર અર્થે અહીં પોસ્ટર અને દારૂ વિતરણ પણ થયું હોઈ શકે છે. આ અંગે તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા તંત્રને ફરિયાદ કરશે.

શું છે સમગ્ર ઘટનાક્રમ….
સુરતની વરાછા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. અલ્પેશ કથીરિયાના આ વીડિયોમાં તેમણે જણાવ્યું કે સ્થાનિક વેપારીઓએ તેમને ફરિયાદ કરી હતી. જેમાં આચાર સંહિતાના ઉલ્લંઘનનો મુદ્દો પણ અલ્પેશ કથીરિયાએ ઉઠાવ્યો હતો. આની સાથે ભાજપના પોસ્ટરો વહેંચણી કરતી ગાડી તથા કેટલાક લોકોને પકડી પાડ્યા હતા.

ADVERTISEMENT

અલ્પેશ કથીરિયાનો એ ગ્રાઉન્ડ રિપોર્ટ કે..
આ તમામ ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે વીડિયોમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ચૂંટણી પ્રચાર અર્થે વોચમેનને ભાજપે પોતાની ચોપડીઓ વહેંચવા માટે આપી છે. આ માટે વોચમેનોને 500 રૂપિયા મળ્યા હોવાનો દાવો પણ કથીરિયા કરી રહ્યા છે. અત્યારસુધી ભાજપે કઈ કામ નથી કર્યા અને હવે આ બધી ચોપડીઓ વહેંચવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT

દારૂની બોટલો પણ વહેંચાઈ રહી છે- કથીરિયા
વીડિયોમાં અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યું કે દારૂની બોટલોના પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે. તંત્રને વિનંતી કરી રહ્યો છું કેતાત્કાલિક ધોરણે આ ગાડીને સિઝ કરીને જે કોઈ આમા સામેલ છે એના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આની સાથે પાર્કિંગમાં ભાજપના પોસ્ટરો ભરેલી આખી ગાડી પણ અલ્પેશ કથીરિયાને મળી આવી હતી. જેમાં ભાજપનો સાફો અને વિવિધ ભાજપની પુસ્તકો હતી.

ADVERTISEMENT

હીરા બજાર મલ્ટિલેવલ પાર્કિંગથી મળી આ વસ્તુઓ…
અલ્પેશ કથીરિયા હીરા બજારના મલ્ટિ લેવલ પાર્કિંગ પહોંચ્યા હતા. જ્યાં તેમને પાર્કિગના કોર્નરમાં ભાજપના પોસ્ટરો અને તેની સાથે દારૂની બોટલના ખોખા તથા સોડાની બોટલો મળી આવી હતી. આ દરમિયાન અલ્પેશ કથીરિયાએ આક્ષેપ લગાવ્યો હતો કે ચૂંટણી પ્રચારમાં દારૂની વહેંચણી પણ થતી રહેતી હોય એમ લાગી રહ્યું છે. આની સાથે તેમણે સિક્યોરિટી સહિતના લોકોની પૂછપરછ કરી હતી. જેમાં આ પોસ્ટરો ભાજપના હોદ્દેદારે આપ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.

With Input: સંજયસિંહ રાઠોડ

    follow whatsapp

    ADVERTISEMENT