સિંહોનું વેકેશન પૂરું, તહેવારો પર ગીરમાં પ્રવાસીઓ નાખશે ધામા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: એશિયાટિક શેર એટલે કે બબ્બર શેર તરીકે જાણીતા ગીર જંગલના સિંહ ભારતનું ગૌરવ છે. ગીર ખાતે દર વર્ષે લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવે છે. હાલ સિંહનું વેકેશન ચાલે છે દર વર્ષે 16 જૂનથી 15 ઓકટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે જે આગામી 16 ઓકટોબર એ પૂર્ણ થતા પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે.

કેવી રીતે કરી શકો નેચર સફારી દર્શન ?
વન વિભાગે સફારી દર્શન માટે ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ ગીર ખાતે તા.16 ઓક્ટોબર થી સિંહ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવી રહ્યું છે. સાસણ સિંહ દર્શન માટે ઓનલાઇન પરમીટ બુકીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.https://girlion.gujarat.gov.in/ વેબ સાઇટ પર જઈ અને ઓનલાઈન બુકિંગ કરી શકાશે.

શું કહ્યું DCF મોહન રામે?
નાયબ વન સંરક્ષક ડો.મોહન રામે કહ્યું કે, ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર ખાતે ઈકો ટુરીઝમ ઝોન (નિયત રૂટ ઉપર) તા.16 થી પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર માટે ઓનલાઇન પરમીટ બુકીંગ શરૂ થઇ ગયેલ છે અને પ્રવાસીઓ ઓફિસીયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in/ પરથી પરમીટ બુક કરી શકશે. તમામ પ્રવાસીઓને વિનંતી કરવામાં આવે છે કે, કેન્દ્ર અને રાજય સરકાર દ્રારા કોવિડ-19 માટે વખતો વખત બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.

ADVERTISEMENT

શા માટે હોય છે વેકેશન??
ચોમાસાની સીઝનમાં ગીર જંગલમાં કાચા રસ્તાઓ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે અને માટી ચીકણી થઇ ગઇ હોય વાહન ફસાઈ જવાનો પણ ડર રહે છે.આ એક મુખ્ય કારણ છે. બીજું જૈવ વિવિધતા ધરાવતા જંગલ માં પ્રાણીઓનો મેટિંગ પીરીયડ હોય છે. ખાસ કરીને એશિયાટિક સિંહનો આ સમયગાળો મેટિંગ માટે મહત્વનો ગણાય છે આ સમયમાં સિંહોને ખલેલ પહોંચે એ પસંદ હોતું નથી ક્યારેક ખૂંખાર બની હુમલો પણ કરી શકે છે આથી જ પ્રવાસીઓની સુરક્ષા અને સિંહોને તેની અનુકૂળતા મળી રહે એ માટે ચાર માસનું વેકેશન આપવામાં આવે છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT