અમરેલી: પોલીસકર્મીના ઘરની બહાર સિંહણ-દીપડાના આંટા ફેરા, એક જ કૂંડીમાંથી પાણી પીતા CCTVમાં કેદ
હિરેન રવૈયા/અમરેલી: ગીરના જંગલોમાંથી હિંસક પ્રાણીઓની શિકારની શોધમાં શહેરી વિસ્તારમાં આવજા વધી રહી છે. અમરેલીના સાવરકુંડલા શહેરને વન્યપ્રાણીઓએ જાણે રહેઠાણ બનાવ્યું હોય એમ સિંહ અને…
ADVERTISEMENT
હિરેન રવૈયા/અમરેલી: ગીરના જંગલોમાંથી હિંસક પ્રાણીઓની શિકારની શોધમાં શહેરી વિસ્તારમાં આવજા વધી રહી છે. અમરેલીના સાવરકુંડલા શહેરને વન્યપ્રાણીઓએ જાણે રહેઠાણ બનાવ્યું હોય એમ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ પહોંચી રહ્યા છે. સાવરકુંડલાના મહુવા રોડની ખોડીયાર પાર્ક સોસાયટી નજીક સિંહ અને દીપડા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જે બાદ સોસાયટીની આસપાસના રહીશોમાં ફફડાટ મચી જવા પામી છે.
આ પણ વાંચો: કચ્છમાં સરપંચ પુત્રએ કરી દારૂની રેડ, પોલીસ પર હપ્તા ઉઘરાવવાનો લગાવ્યો આરોપ
સોસાયટીમાં સિંહણ અને દીપડાના આંટાફેરા
મહુવા રોડની ખોડીયાર પાર્ક સોસાયટીમાં વંડો પોલીસ મથકમાં ફરજ બજાવતા નીરજ દાફડા નામના પોલીસકર્મીના ઘરની બહાર પાણીની કુંડીમાં સિંહણ પાણી પીતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાદમાં એજ પાણીની કુંડીમાં એક દીપડો પણ પાણી પીતા દેખાયો હતો. જ્યારે અન્ય એક વીડિયોમાં સિંહણ ઘરની સામે જ શિકાર પાછળ દોટ લગાવતી જોવા મળી હતી. આમ ઘર સુઘી સિંહ અને દીપડા જેવા હિંસક પશુઓ પહોંચી જતા સોસાયટીના રહીશોમાં ફફડાટ મચી ગયો હતો. સોસાયટી વિસ્તારોમાં સિંહ-દીપડાના આંટા ફેરાઓ હવે રોજીંદી ઘટના બની ગઈ છે.
ADVERTISEMENT
અમરેલીના સાવરકુંડલામાં પોલીસકર્મીના ઘરની બહાર સિંહણ અને દીપડો આટા ફેરા કરતા દેખાયા#Amreli #Lion #gujarattak pic.twitter.com/DM8NLOd0rF
— Gujarat Tak (@GujaratTak) January 27, 2023
અગાઉ ધારીમાં બસને 2 સિંહ બાળે ઘેરી લીધી હતી
નોંધનીય છે કે, આ પહેલા પણ અમરેલી-ધારી સફારી પાર્ટનો એક મનોરંજક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. ધારી સફારી પાર્કમાં પર્યટકોની મીની બસને 2 સિંહ બાળ ઘેરી વળ્યા હતા. આ વીડિયોમાં બે પઠુરીયા સિંહબાળોએ પ્રવાસીઓની આ પર્યટક બસમાં ચઢવાનો પ્રયાસ પણ કરતા હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિ દ્વારા મોબાઈલમાં કંડારી લેવાયો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT