લાઈસન્સ માટે કેતન ઈનામદારે કર્યો બેફામ વાણી વિલાસ, કહ્યું- પોલીસ પકડે તો મારુ નામ આપજો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીયા માહોલ ગરમાયો છે. આ દરમિયાન નેતાઓના વાણીવિલાસની વિવિધ ઘટનાઓ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેવામાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારનો લાઈસન્સ મુદ્દે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સ્થાનિકોને કહેતા હતા કે કોઈપણ તમને લાઈસન્સ વિના પકડે તો મારુ નામ આપી દેજો. કહેજો કેતનભાઈને ત્યાંથી આવ્યો છું. તેમના આ નિવેદન પછી યુવાનોને ગેરમાર્ગે દોરવાથી લઈ અન્ય ઘણા મુદ્દાઓના કારણે વિવાદ સર્જાયો છે.

સભા ગજવતા વિવાદિત નિવેદન
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે હવે દિગ્ગજ નેતાઓ વિવિધ વિસ્તારોમાં સભા ગજવતા નજરે પડી રહ્યા છે. તેવામાં ભાજપના ધારાસભ્ય કેતનઈનામદારે પણ પોતાની એક સભા દરમિયાન યુવાઓને સંબોધીને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું લાયસન્સ ન હોય તો ચિંતા ન કરતા પોલીસ પકડે તો હું બેઠો છું.

પોલીસ કોઈને પણ પકડે તો કહી દેજો કે સાવલીના કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું. વળી એટલું જ નહીં તેમણે યુવાનોને કહ્યું કે રાજ્યમાં કોઈપણ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાઓ તો મારુ નામ જ આપી દેજો. ઈનામદારે વધુમાં કહ્યું કે કેતન ઈનામદારે સાવલી પોલીસ સ્ટેશન જઈને મેં ઘણા યુવાનોના ડીટેઈન થયેલા વાહનોને છોડાવ્યા છે. ધારાસભ્ય દ્વારા આવું સંબોધન યુવાનોને ગેરમાર્ગે દોરવાનો સંકેત આપતું જોવા મળ્યું હતું.

ADVERTISEMENT

કેતન ઈનામદારે નિવેદન અંગે કર્યો ખુલાસો…
મીડિયા રિપોર્ટ્સના આધારે ત્યારપછી કેતન ઈનામદારે પોતાના નિવેદનનો ખુલાસ આપ્યો હતો. તેમણે કહ્યું કે યુવાનોને હું નિયમો તોડવા માટે ઉશ્કેરી રહ્યો નથી. મારુ નિવેદન ઈરાદાપૂર્વક નહોતું. હું તો આ દરમિયાન માત્ર યુવાનોને સંબોધિત કરી રહ્યો હતો. કાયદાનું પાલન કરવું બધાની પ્રાથમિક ફરજ છે. મેં સાવલીમાં જે બાઈકો હતી તેને કાયદેસરની કાર્યવાહી પૂરી કર્યા પછી છોડાવી દીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT