જાફરાબાદનાં રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા ચકચાર મચી ગઈ, CCTV ફુટેજ બાદ થયો ઘટસ્ફોટ
અમરેલીઃ જાફરાબાદ રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે સ્થાનિકોને છેલ્લા 2 મહિનાથી શંકા હતી કે અહીં દીપડો આંટાફેરા કરી…
ADVERTISEMENT
અમરેલીઃ જાફરાબાદ રહેણાક વિસ્તારમાં દીપડો દેખાતા ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે સ્થાનિકોને છેલ્લા 2 મહિનાથી શંકા હતી કે અહીં દીપડો આંટાફેરા કરી રહ્યો છે. જોકે આ અંગે કોઈ પુરાવા ન મળતા મામલો સામે આવ્યો નહોતો. આ દરમિયાન મોડી રાત્રે CCTV ફુટેજ સામે આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેના પરિણામે સ્થાનિકોએ વન વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
દીપડાની ફુટેજ વાઈરલ થતા ચકચાર
જાફરાબાદમાં છેલ્લા ઘણા મહિનાથી સ્થાનિકોને ભય હતો કે દીપડો અહીં આંટાફેરા કરી રહ્યો છે. તેવામાં બે દિવસ અગાઉ પણ જાફરાબાદના લાઈટ હાઉસના દરિયાકાંઠે દીપડો ફરતો હોવાની હયાતીના ચિહ્નો મળ્યા હતા. તેવામાં અવાર નવાર દીપડો દરિયાકાંઠે સ્થાનિક લોકોને જોવા મળતા ઘણીવાર ફરિયાદ કરી હતી. પરંતુ વન વિભાગ દ્રારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જોકે દીપડાના CCTV ફુટેજ વાઈરલ થતા હવે ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
With Input- હિરેન રવિયા
ADVERTISEMENT