20મી ડિસેમ્બરે મળશે વિધાનસભાનું સત્ર, રાજ્યપાલે સત્ર માટે કર્યું આહ્વાન
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ શપટ ગ્રહણ કર્યા છે અને હવે પ્રોટેમ સ્પીકર તરીકે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ શપટ ગ્રહણ કર્યા છે અને હવે પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના યોગેશ પટેલની વરણી કરવામાં આવી છે. આ દરમિયાન હવે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો 19મી ડિસેમ્બરે શપથ લેશે. ત્યાર બાદ 20મી ડિસેમ્બરે વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના સત્ર માટે આહ્વાન કર્યું છે.
અધ્યક્ષની ચૂંટણી પ્રોટમ સ્પીકર વચગાળાની વ્યવસ્થા છે. જ્યાં સુધી વિધાનસભા અધક્ષની કાયમી વરની ન થયા ત્યાં સુધી વિધાનસભાનો કારભાર પ્રોટમ સ્પીકર નિભાવતા હોય છે. પ્રોટમ સ્પીકર 2022માં ચૂંટાયેલા પ્રતિનિધીને શપથ લેવાડાવશે.આ ઉપરાંત આગામી મળનાર વિધાનસભા સત્રમાં રાજ્યપાલનું સંબોધન પ્રોટમ સ્પીકર યોગેશ પટેલના અધક્ષસ્થાને થશે. અધ્યક્ષની ચૂંટણી પણ કરવામાં આવશે.
એક દિવસનું મળશે સત્ર
ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની વરણી કરવામાં આવ્યા બાદ વિધાનસભાનું સત્ર તા.19 અને 20 ડિસેમ્બરના રોજ મળશે. તા. 19 મી એ તમામ ધારાસભ્યો લેશે શપથ.તા. 20 મી એ મળશે એક દિવસનું સત્ર. ગુજરાત વિધાનસભાના નવા સ્પીકરની પણ થશે વરણી. ગવર્નર હાઉસ દ્વારા આ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગૃહને મળશે નવા અધ્યક્ષ
મળશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યો 19મી ડિસેમ્બરે શપથ લેશે. ત્યાર બાદ 20મી ડિસેમ્બરે વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી કરવામાં આવશે. વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે જાહેર થયેલા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે. ધારાસભ્યોના શપથ પછીના બીજા દિવસે વિધાનસભાના કાયમી સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે.
વિધાનસભા સ્પીકરમાં આ નેતાઓના નામ આગળ
વિધાનસભાના સ્પીકર (અધ્યક્ષ) માટે રમણલાલ વોરા, ગણપત વસાવા અને શંકર ચૌધરીનું નામ હાલમાં ચર્ચામાં છે.
ADVERTISEMENT
વિધાનસભા સત્ર માટે રાજ્યપાલે આહ્વાન કર્યું
15 મી વિધાનસભાનું પહેલુ સત્ર મળી રહ્યું છે. વિધાનસભાના શિયાળુ સત્ર માટે રાજ્યપાલે આહ્વાન કર્યું છે. તેમા કહેવામાં આવ્યું છે કે મંગળવાર તારીખ 20 ના રોજ સવારે 10 કલાકે ગાંધીનગરમાં આવેલા વિધાનસભા ગૃહમાં ગુજરાત વિધાનસભા સત્ર માટે આહ્વાન કરું છું.
ADVERTISEMENT
ADVERTISEMENT