કિસાન સંઘના આગેવાનો પહોંચ્યા ધારાસભ્યના નિવસ્થાને, કહ્યું ગામડે જવું ભારે પડશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં વિવિધ આંદોલનોએ ગુજરાતમાં વેગ પકડ્યો છે. કિસાનસંઘ દ્વારા સમાન વીજળી દર સહિતની માંગણીને લઈને  મેદાને છે. આ મામલે કિસાન સંઘ ધારાસભ્યોનું સમર્થન માંગવા ધારાસભ્ય નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જોકે ધારાસભ્યોનું સમર્થન માંગવા આવેલા કિસાનસંઘના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.

આગેવાનોની અટકાયત
કિસાન સંઘની વિવિધ માંગણીઓને લઈ ને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા ધારાસભ્ય નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ધારાસભ્યોનું સમર્થન માંગ્યું હતું. કિસાન સંઘે પોતાની માંગણીઓમાં ધારાસભ્યોનો સાથ માંગ્યો હતો. આ પહેલા કિસાન સંઘના આગેવાનો દ્વારા સરકારે બનાવેલી કમિટીના સભ્યો એવા મંત્રીઓના નિવાસ્થાનને ઘેરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જોકે, ધારાસભ્યોનું સમર્થન માંગવા આવેલા કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસથી કિસાન સંઘ દ્વારા સમાન વીજ દર સહિતની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કિસાન સંઘ દ્વારા ધારાસભ્યોનું સમર્થન માંગવામાં આવ્યું છે. વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કિસાન સંઘના આગેવાનો ધારાસભ્યોને મળ્યા હતા અને વિધાનસભામાં તેમની માંગણી ઉઠાવવાની માંગ કરી હતી.

ADVERTISEMENT

 તો ગામડામાં જવું મુશ્કેલ પડી જશે
કિસાન સંઘના આગેવાનો  તેમણે કહ્યું હતું કે, સરકારને ચીમકી આપી કે આ માંડવો તમારે ડિસેમ્બરમાં નાખવાનો છે. હજુ આની અગ્નિ પરીક્ષા ના કરો બોલાવીને. કોઈ નિર્ણય લ્યો એક મહિનો કિસાનસંઘ આંદોલન માટે બેસે એ સરકાર માટે શરમજનક છે. જો નિરાકરણ નહીં આવે તો ગામડામાં જવું મુશ્કેલ પડી જશે. ગામડામાં જ ખેડૂત છે અને ત્યાં ખેડૂત જવાબ આપશે.

    follow whatsapp

    ADVERTISEMENT