જામનગર મનપામાં વિરોધ પક્ષના નેતાની વરણી, ઉપનેતા તરીકે બસપાના કોર્પોરેટર રાહુલ બોરેચા
દર્શન ઠક્કર, જામનગર: વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે જામનગરમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં પદાધિકારીઓ બદલાયા છે. જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાની…
ADVERTISEMENT
દર્શન ઠક્કર, જામનગર: વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે જામનગરમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં પદાધિકારીઓ બદલાયા છે. જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાની વરણી કરવામાં આવી છે. વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસના કોર્પોરેટર ધવલ નંદાની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપનેતા તરીકે બસપાના કોર્પોરેટર રાહુલ બોરેચાની વરણી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ દરમિયાન જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે ફેરફાર કરવાની શરૂઆયાત કરી દીધી છે. જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાની વરણી કરવામાં આવી છે. વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસના કોર્પોરેટર ધવલ નંદાની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપનેતા તરીકે બસપાના કોર્પોરેટર રાહુલ બોરેચાની વરણી કરવામાં આવી છે જ્યારે દંડક તરીકે કોંગ્રેસના કોર્પોરેટર સમજુબેન પારિયાની વરણી કરવામાં આવી છે.
એક તરફ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે બીજી વિધાનસભાની ચૂંટણી બાદ જામનગર મનપામાં કોંગ્રેસના પદાધિકારીઓ બદલાવાણી શરૂઆત થઈ છે. કોંગ્રેસના કોર્પોરેટરો, આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નવી વરણી કરવામાં આવી છે. ત્યારે આ નવનિયુક્ત વિપક્ષી નેતાને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ આવકાર આપ્યો હતો. નવા હોદ્દેદારોને ફુલહાર કરી આવકાર્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસની જામનગરમાં પકડ મજબૂત રહશે કે પછી હતા તે જ સ્થતિમાં જોવા મળશે.
ADVERTISEMENT
પ્રથમ વખત ભાનુશાળી સમાજના નેતાને મળ્યું આ પદ
જામનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાનુશાળી સમાજમાંથી વિપક્ષ નેતા તરીકે ધવલ નંદાની નિમણૂક કરવામાં આવી છે. અતિયાર સુધી કયારે પણ ભાનુશાળી સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ વિપક્ષ નેતા બન્યા નથી.
આ પણ વાંચો: ‘હું હોઉં કે નહીં 2022 જેવી જીત 2024માં પણ મળવી જોઈએ’, પાટીલે નેતાઓને આપી શીખ
ADVERTISEMENT
ધવલ નંદાએ ભાજપના ગઢમાંથી મેળવી જીત
જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષના 11 સભ્યો છે. ધવલ નંદા વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી એકમાત્ર ચૂંટાયેલા નગર સેવક છે. વોર્ડ નંબર 13 ભાજપનો ગઢ માનવામાં આવે છે. તે વોર્ડ માંથી એકમાત્ર કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ધવલ નંદા જીત્યા હતા.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT