અમદાવાદમાં પડ્યા કરાઃ અમરેલી અને મહિસાગરમાં પણ પડ્યા કરા- Video
અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર વરસાદી માહોલ સર્જાયો છે. ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખાઓ બનાવી દીધી છે. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર વરસાદી માહોલ સર્જાયો છે. ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખાઓ બનાવી દીધી છે. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદ, મહિસાગર અને અમરેલીમાં તો કરા પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. હમણાં થોડા જ સમય પહેલા હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગીહી કરી હતી. જે તે સમયે હવામાન વિભાગે આ આગાહીને નકારી હતી. જોકે તે પછી થોડા જ દિવસોમાં હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આખરે આગાહી પ્રમાણે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે, સાથે જ ઠંડીનો મારો ઘટ્યો છે.
રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલાયું, જાણો હવે કયા નામથી ઓળખાશે
કડકડતી ઠંડી વચ્ચે અમદવાદમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતા લોકો ઠૂંઠવાયા, જુઓ Video#GTVideo #RaininAhmedabad #GujaratRains #Snowfall pic.twitter.com/fmCpPnfMMz
— Gujarat Tak (@GujaratTak) January 28, 2023
‘મોત કો છૂ કે, ટક સે વાપસ’: અમરેલીમાં સિંહની સળી કરી કુતરું જુઓ કેવું બચ્યું Video
મહિસાગરમાં કરા પડ્યા
ગુજરાતમાં આજે મહિસાગર જિલ્લાના વીરપુર ખાતે અચાનક વરસાદની સાથે સાથે કરા પડ્યા હતા જેના કારણે અહીંનું વાતાવરણ ઠંડુઘાર થઈ ગયું હતું અને લોકો પણ કરાને કારણે ચોંકી ગયા હતા. આ તરફ બેવડી ઋતુના મારને કારણે ખેડૂતોમાં ચિંતા થઈ હતી. ઘઉં, રાયડો, ચણા જેવા પાકમાં નુકસાન થવાની ભીતિ ઉપરાંત શહેરી વિસ્તારમાં થયેલા વરસાદને કારણે બીમારીઓ વધવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
અમરેલી શહેરના રાજકમલ ચોક હરીરોડ ભીડભજન ચોક સહિતના વિસ્તારમાં વરસાદ, કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના શિયાળુ પાકને નુકશાન જવાની ભીતિ#Amreli #GTVideo #GujaratRain pic.twitter.com/NTxGH3PFKR
— Gujarat Tak (@GujaratTak) January 28, 2023
અમરેલી અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાથે જ અરવલ્લીના જિલ્લામાં બપોર પછી મોડાસામાં તથા ગ્રામ્ય પંથકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અહીં વરસાદને કારણે બટાટાની ખેતિ સહિતના પાકને લઈને ખેડૂતો ચિંતિત છે. અમરેલીમાં પણ જિલ્લામાં બગસરા તાલુકામાં આવેલા હામાપુર ગામમાં કમોસમી વરસાદ થયો હતો. અમરેલી શહેરમાં પણ વીજળી સાથે કડાકાઓ અને વરસાદી છાંટા પડ્યા હતા. અમરેલીના બગસરા પંથકના હામાપુર ગામમાં ધોધમાર વરસાદ સાથે બરફ વર્ષા પણ થઈ હતી. કરા પડતા બગસરાના કાગદડી, સમઢિયાળામાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. હામાપુર વિસ્તારમાં ખાસ કરીને ભારે વરસાદને કારણે નુકસાન મોટું થવાનો અંદાજ છે.
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લીના માલપુરમાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર, ઘઉં,રાયડો,ચણાના પાકમાં નુકશાનની ભીતિ#WeatherUpdate #GTVideo #GujaratRain #Aravalli pic.twitter.com/750peg9Bpr
— Gujarat Tak (@GujaratTak) January 28, 2023
ADVERTISEMENT
અમદાવાદમાં બપોર પછી ધોધમાર વરસાદ સાથે કરા
આ તરફ અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે વરસાદી ઝાપટા પડ્યા હતા. ગર્જના કરતા વાદળો અને વરસાદી ઝાપટાની વચ્ચે કેટલાક સ્થાનો પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત ઈસનપુરના આદિવાસી ભીલ સમાજના સમુહલગ્નમાં વરસાદને કારણે લોકોમાં નાસભાગ મચી હતી. ઉપરાંત બપોરના સમય પછી જશોદાનગર ખાતે નવી વસાહત વિસ્તારમાં ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા.
અમદાવાદમાં માવઠાએ લગ્નના રંગમાં પાડ્યો ભંગ
અમદાવાદનમા ઈસનપુર વિસ્તારમાં આદિવાસી-ભીલ સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે. જોકે આ દરમિયાન જ વરસાદ પડતા ભોજનની થાળીઓ સાથે મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી#AhmedabadRain #WeatherUpdate #GTVideo pic.twitter.com/xtv7GgZYrd
— Gujarat Tak (@GujaratTak) January 28, 2023
Ahmedabad ના વાતાવરણમાં આવ્યો પલટો, શહેરના પૂર્વના અનેક વિસ્તારોમા ધીમીધારે વરસાદ શરૂ #Ahmedabad #GujaratRains #WeatherUpdate #AhmedabadRains pic.twitter.com/jnbyzz82XH
— Gujarat Tak (@GujaratTak) January 28, 2023
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી, હિતેશ સુતરિયા, વિરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT