વડોદરાઃ ડોમીનોઝ પીઝાની લિફ્ટ તૂટી, 5 લોકો ઈજાગ્રસ્ત થયા
વડોદરાઃ વડોદરામાં ઘણી વખત લિફ્ટ ખોટકાયાની ઘટનાઓ બનતી આવી છે. ઘણી વખત લોકો કલાકો સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા છે. વડોદરાના વાઘોડિયામાં આવી જ એક વધુ…
ADVERTISEMENT
વડોદરાઃ વડોદરામાં ઘણી વખત લિફ્ટ ખોટકાયાની ઘટનાઓ બનતી આવી છે. ઘણી વખત લોકો કલાકો સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા છે. વડોદરાના વાઘોડિયામાં આવી જ એક વધુ ઘટના બની છે. શનિવારે વાઘોડિયાના ડોમીનોઝ પીઝાની લિફ્ટ તૂટી ગઈ હતી. અચાનક લિફ્ટ તૂટી જતા તેમાં માણસો ફયાસાની વિગતો ફાયર વિભાગને મળી હતી. ફાયર વિભાગ પણ તુરંત સ્થળ પર દોડી આવ્યું હતું. ઘટનાને પગલે 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે ખસેડાયા હતા.
લલિત મોદીના પારિવારિક વિવાદમાં દખલ આપવાનો સુપ્રિમ કોર્ટનો ઈન્કાર
લિફ્ટ અચાનક તૂટી પડી
હાલમાં જ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસેની એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં લિફ્ટ પડી જતાં 8 વ્યક્તિના મોતની ઘટના ઘટી હતી. જે પછી પણ સતત લિફ્ટની રેગ્યુલર સર્વિસિંગથી લઈ વિવિધ મામલે માગ ઉઠી હતી. દરમિયાન આજે વડોદરામાં વધુ એક ઘટના બની છે જેમાં લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો. ઘટનામાં જોકે 5 વ્યક્તિને ઈજાઓ પણ થઈ છે. વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા ડોમીનોઝ પીઝાની લિફ્ટ આજે શનિવારે અચાનક તૂટી પડી હતી. લિફ્ટ તૂટી પડતા લોકો તેમાં ફસાયા હતા. જેમના બચાવ માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. લિફ્ટમાં ફસાયેલાઓને તુરંત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 5 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
(ઈનપુટઃ દિગ્વીજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT
ADVERTISEMENT