‘મોત કો છૂ કે, ટક સે વાપસ’: અમરેલીમાં સિંહની સળી કરી કુતરું જુઓ કેવું બચ્યું Video
અમરેલીઃ અમરેલીના ઘણા વીડિયો છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહ્યા છે જેમાં આપે સિંહો લટાર મારતા જોવા મળ્યા હોય, કોઈ ગામમાં પ્રવેશ્યા હોય, મારણ કર્યું…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલીના ઘણા વીડિયો છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહ્યા છે જેમાં આપે સિંહો લટાર મારતા જોવા મળ્યા હોય, કોઈ ગામમાં પ્રવેશ્યા હોય, મારણ કર્યું હોય કે પછી સિંહો સાથે પજવણી થઈ હોય. પરંતુ અહીં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોતા એવું લાગશે જાણે સિંહ સાથે કુતરાએ જાણે પજવણી કરી હોય. એક પંજામાં કુંતરાને ભોંય ભેગું કરી દેવાની તાકાત રાખતા સિંહ આગળ પણ કુતરું જે રીતે ભસીને નજીક પહોંચી જાય છે તે દૃશ્ય ત્યાં હાજર એક વ્યક્તિએ તે વીડિયો મોબાઈલમાં કંડારી લીધો હતો. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે.
#Shorts: Amreli માં સિંહ નજીકથી વીજળી વેગે પસાર થતાં શ્વાનનો અદભુત વીડિયો વાયરલ | Gujarat Tak #GTShorts #Amreli #ViralVideo #LionVideo pic.twitter.com/Kikj3bWGza
— Gujarat Tak (@GujaratTak) January 28, 2023
સિંહ પંજો મારે તે પહેલા વીજળી વેગે છૂમંતર
ગીરના ગ્રામીણ વિસ્તારમાં સિંહની લટાર દરમિાયન એક શ્વાન સિંહને ભસવા લાગ્યું હતું અહીં સુધી કે શ્વાન છેક તેની નજીક જતું રહ્યું હતું. જોકે સિંહ પંજો મારે તે પહેલા વીજળી વેગે તે ત્યાંથી છટકી ગયું હતું. શ્વાનની બહાદુરી કહેવી કે તેના નસીબ પણ આ વીડિયો જોવામાં લોકોને ઘણી મજા આવી રહી છે. કેટલાક લોકો શ્વાનને નસીબદાર માને છે તો કેટલાક સિંહ સાથે પજવણીની રીતે જોઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો લીલીયા રેવન્યુ વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ તેની કોઈ સત્તાવાર વિગતો મળી રહી નથી.
ADVERTISEMENT
નર્મદા જયંતીની કરવામાં આવી ઉજવણી, ભક્તોએ 1100 ફૂટની સાડી કરી અર્પણ
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT