INDIA ગઠબંધનમાં ફરી વિવાદ! લાલુ-નીતીશનો મમતાના પ્રસ્તાવ પર અણગમો, પ્રેસ કોન્ફરન્સમાં પણ ન આપી હાજરી

kenil somaiya

ADVERTISEMENT

gujarattak
social share
google news

INDIA Alliance Fourth Meeting : INDIA એલાયન્સની ચોથી બેઠક દિલ્હીની અશોકા હોટલમાં યોજાઈ હતી. આ બેઠકમાં વિરોધ પક્ષો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, INDIA ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી રાજ્ય સ્તરે થશે. જો આ ફોર્મ્યુલા કામ નહીં કરે તો અમે બધા સાથે મળીને આ મામલે નિર્ણય લઈશું. પરંતુ આ દરમિયાન એવા સમાચાર પણ આવ્યા કે મમતા બેનર્જીની પાર્ટી સીટ વહેંચણીને લઈને થોડી નારાજ છે.

કોંગ્રેસે 300 બેઠકો પર લડવું જોઇએ

બેઠકમાં ટીએમસીએ પ્રસ્તાવ મૂક્યો કે કોંગ્રેસે લગભગ 300 બેઠકો પર લડવું જોઈએ, જ્યાં તેની સીધી ટક્કર ભાજપ સાથે છે. કોંગ્રેસે બાકીની બેઠકો પર પ્રાદેશિક પક્ષોને સમર્થન આપવું જોઈએ. TMC, JDU સહિતની ઘણી પાર્ટીઓએ દરખાસ્ત કરી હતી કે સીટની વહેંચણી 31 ડિસેમ્બર સુધીમાં કરવામાં આવે.

પીએમ પદના ઉમેદવારના નામ પર ચર્ચા

INDIA એલાયન્સની આ બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ પદના ઉમેદવારના નામ પર ચર્ચા કરી. આ દરમિયાન મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના પર અરવિંદ કેજરીવાલ પણ સમર્થન આપ્યું હતું.

ADVERTISEMENT

લાલુ પ્રસાદ-નીતિશ કુમારને પીએમ પદના ઉમેદવારનું નામ પસંદ ન પડ્યું

જો કે, મમતા બેનર્જીએ INDIA ગઠબંધનની બેઠકમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ લીધું ત્યારે લાલુ પ્રસાદ અને નીતિશ કુમારને આ વાત ગમી ન હતી. મલ્લિકાર્જુન ખડગેનું નામ પ્રસ્તાવિત થવાથી નારાજ લાલુ અને નીતીશે ગઠબંધનની બેઠક વહેલા જ છોડી દીધી અને પ્રેસ કોન્ફરન્સમાં પણ હાજરી આપી ન હતી. થોડા દિવસ પહેલા જ લાલુએ નીતિશ કુમારના સમર્થનમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે નીતિશ કુમાર સામે કોઈ પડકાર નથી.

સીટોની વહેંચણી થયા બાદ જ હવેની બેઠક બોલાવી જોઇએ

જો જેડીયુના સૂત્રો અનુસાર, નીતીશ કુમારે INDIA ગઠબંધનની બેઠકમાં કહ્યું હતું કે, જાન્યુઆરી સુધીમાં સીટોની વહેંચણીને આખરી ઓપ અપાયા પછી જ આગામી બેઠક બોલાવવી જોઈએ. તેમણે કહ્યું કે, બેઠકોની વહેંચણી માટે એક કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવો જોઈએ. રાજ્યોમાં અભિયાનની વ્યૂહરચના નક્કી કરવી જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT