લલિત વસોયાએ અટકળો પર વિરામ મૂકતા ભારપૂર્વક જણાવ્યું કે, કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ધોરાજીના કોંગ્રેસના MLA લલિત વસોયાએ ભાજપમાં જોડાવવાની અટકળો પર વિરામ મુકી દીધો છે. તેમણે આ દરમિયાન સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આગામી ચૂંટણીમાં હું કોંગ્રેસની પાર્ટીથી જ ચૂંટણી લડીશ. હું અત્યારે કોંગ્રેસ સાથે જ જોડાયેલો છું અને પાર્ટીમાં જ રહીશ. આની સાથે તેમણે કહ્યું છે કે જનતાના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં મારે હાજરી આપવી પડે. જયેશ રાદડિયા અને રમેશ ધડકુ સાથે સારા સંબંધો છે પરંતુ ભાજપ સાથે જોડાવવાની વાત ખોટી છે.

ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે જયેશ રાદડિયા અને રમેશ ધડકુ પ્રત્યે મારે સારા મિત્રતાના સંબંધો છે. પરંતુ એનો અર્થ એ નથી કે હું ભાજપમાં જોડાવવા જઈ રહ્યો છું. નોંધનીય છે કે હું કોંગ્રેસમાંથી જ આગામી ચૂંટણી લડીશ અને પાર્ટી સાથે જ જોડાયેલો છું. વળી અત્યારે મેં તો છેલ્લા 10 દિવસથી ચૂંટણીની તૈયારીઓ પણ આરંભી દીધી છે. હું કોંગ્રેસમાં જ પૂર્ણ શક્તિથી ચૂંટણી લડીશ એવી તમામ સ્પષ્ટતા લલિત વસોયાએ કરી છે.

પક્ષપલટાની વચ્ચે લલિત વસોયાનું નિવેદન
કોંગ્રેસના ઘણા નેતાઓ એકબાજુ ભાજપમાં જોડાઈ રહ્યા હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ લાંબા સમયથી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી. વળી ધોરાજીમાં યોજેલા રક્તદાન કેમ્પમાં લલિત વસોયાએ કોંગ્રેસની જગ્યાએ ભાજપના નેતાઓને આમંત્રણ આપતા તેમની ભાજપમાં જોડાવવાની અટકળોએ વેગ પકડ્યો હતો. જોકે અગાઉ પણ ઘણીવાર તેઓ ભાજપના નેતાઓ સાથે વિવિધ કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા. પરંતુ હવે ચૂંટણી પહેલા લલિત વસોયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ કોંગ્રેસમાંથી જ ચૂંટણી લડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT