લલીત કગથરાએ ધારાસભ્ય દુર્લભજી દેથરીયા પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું, ઉમેદવારી ફોર્મમાં મિલકતો છુપાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિશાંગિયા, રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ ડિસેમ્બરમાં જાહેર થયા. જેમાં ભાજપને 156 સીટો મળી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 17 સીટો આવી. ત્યારે ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ અને ભાજપના હારેલા ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે આ મામલે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ આ મામલે જણાવ્યું કે મારી સામે ભાજપમાંથી ચૂંટણી લડેલા દુર્લભજી દેથરીયાના ફોર્મમાં ભૂલ હતી. ઉમેદવારી ફોર્મમાં દુર્લભજી દેથરીયાએ મિલકતો છુપાવી

કોંગ્રેસના હારેલા ઉમેદવાર લલિત કગથરા, વિસાવદરથી ભાજપના હારેલા ઉમેદવાર હર્ષદ રીબડિયા, રાધનપુરથી હારેલા કોંગ્રેસના રધુ દેસાઈ અને ડેડિયાપાડાથી ભાજપના હારેલા ઉમેદવાર હિતેષ વસાતવાએ હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન ફાઈલ કરી છે. જેના પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે આ મામલે આજે પડધરી-ટંકારાના કોંગ્રેસના હારેલા ઉમેદવાર લલીત કગથરાએ તંત્ર પર આરોપ લગાવતા કહ્યું કે, જીતેલા ઉમેદવારોમા ફોર્મમાં ક્ષતી હોવા છતાંય રિટર્નીંગ ઓફિસરે તે લોકોના ફોર્મ સ્વીકારી દીધા હતા. આ અરજીમાં  રિટર્નીંગ ઓફિસર સહીત ચૂંટણી પંચને પક્ષકાર બનવવાની કરી માંગ.

RO પર ભાજપનું દબાણ 
લલીત લલીત કગથરાએ કહ્યું કે,  મારી સામે ભાજપમાંથી ચૂંટણી લડેલા દુર્લભજી દેથરીયાના ફોર્મમાં ભૂલ હતી. RO દ્વારા ભૂલ હોવા છતાં માન્ય રાખવામાં આવ્યું હતું. અને મેં વાંધો ઉઠાવ્યો છતાં અડધો કલાકનો સમય આપી સુધારો કરવા સમય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાજપ તરફ થી ROને ફોર્મ માન્ય રાખવા દબાણ હતું.

ADVERTISEMENT

આ પણ વાંચો: ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી મેદાને, અપનાવ્યો ઉપવાસનો માર્ગ

સોગંદનામામાં મિલકત છુપાવવાનો લગાવ્યો આરોપ 
ઉમેદવારી ફોર્મમાં દુર્લભજી દેથરીયાએ મિલકતો છુપાવી હોવાનો આરોપ લલીત કગથરા દ્વારા લગાવવામાં આવ્યો છે.  જે ઇનોવા કાર માટે ચૂંટણી પંચ પાસે ચૂંટણી સમયે મંજૂરી માંગી હતી તે જ કાર દુર્લભજી દેથરીયાએ ઉમેદવારી પત્રમાં દર્શાવી નથી. આ ઉપરાંત કારખાનાની વિગતો પણ સોગંદનામામાં દર્શાવી નથી. દુર્લભજીનું ધારાસભ્ય પદ રદ થવું જોઈએ, મને હાઈકોર્ટ પર વિશ્વાસ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT