સુરતમાં લેડી ડોન ઝડપાઇ, દમણમાં સાગરીત સાથે કરી ચૂકી છે હત્યાની કોશિશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં ગુનેગારો હવે બેફામ થવા લાગ્યા છે. ત્યારે પોલીસે ગુનેગારોને ડામવા એકશન મોડમાં આવી છે. આ દરમિયાન સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી પાસે આવેલી નાલંદા સ્કૂલની સામે જાહેરમાં ચપ્પુ લઈને ફરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે ફરિયાદી બની ભાવલી ઉર્ફે ભાવિકાની ધરપકડ કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં ગુનેગારોને ડામવા પોલીસ તંત્ર એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. સુરતમાં ચપ્પુ લઈ ફરતી ભાવિકાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે કાપોદ્રા પોલીસે વીડિયોના આધારે ભાવલી ઉર્ફે ભાવિકાની ધરપકડ કરી છે. ત્યારે આ યુવતીની તપાસ કરતાં પોલીસની આંખો પોળી થઈ ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુવતી વિરુદ્ધ દમણમાં પણ હત્યા ની કોશિશનો ગુનો નોંધાયો છે. તથા મહિલા અને તેમના સાગરીત હત્યાની કોશિશના ગુનામાં વોન્ટેડ છે.

આ પણ વાંચો: ગુજરાત સ્ટેટ લો કમિશનના અહેવાલને લઈ કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું

ADVERTISEMENT

દમણમાં હત્યા કરવાની કરી હતી કોશિશ
દમણ ખાતે એક ઇકો કાર ચાલક સાથે બોલચાલી થતા બાજુમાં આવેલ હોટલના માલિક વચ્ચે પડતા તેમને ચપ્પુના ઘા ભાવિકાએ માર્યા હતા. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.  જેમાં ભાવિકા અને તેમનો સાગરીત રાહુલ ઉર્ફે રામુ બાડા ફરાર હતા. આ બોલચાલી બાદ મારામારીના  સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં શરૂઆત માં બોલાચાલી બાદ યુવક ચપ્પુ કાઢી આડેધડ યુવકને ઘા ઝીંકે છે. પોલીસે ભાવલી ઉર્ફ ભાવના અને રાહુલની ધરપકડ કરી દમણ પોલીસને જાણ કરી છે જેથી બનેનો કબજો દમણ પોલીસ ને સોંપવામાં આવશે.

વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત 

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT