કચ્છના માર્ગોની બિસ્માર સ્થિતિ મુદ્દે ગ્રામજનો રોષે ભરાયા, ઉગ્ર પ્રદર્શન દરમિયાન કર્યો ચક્કાજામ
કચ્છઃ એક બાજુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. જ્યારે બીજી બાજુ કનૈયાબેથી જવાહરનગર સુધીના રોડનું ખાતમુહૂર્ત તો થઈ ગયું પરંતુ હજુ સુધી નિર્માણ…
ADVERTISEMENT
કચ્છઃ એક બાજુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. જ્યારે બીજી બાજુ કનૈયાબેથી જવાહરનગર સુધીના રોડનું ખાતમુહૂર્ત તો થઈ ગયું પરંતુ હજુ સુધી નિર્માણ કાર્ય પૂરૂ ન થતા લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો. નોંધનીય છે કે આ મુદ્દે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી રાહ જોયા બાદ પણ કોઈ નિવેડો ન આવતા છેવટે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો છે. જે વધુ ઉગ્ર બનતા પોલીસે તેમની અટકાયત કરવી પડી હતી.
ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવી પડી
ઉલ્લેખનીય છે કે કચ્છના કનૈયાબેથી જવાહરનગર સુધીના રોડનું 10 મહિના પહેલા ધારાસભ્ય વાસણભાઈ આહીરે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે માર્ગોનું કામ ઝડપી અને ગુણવત્તાયુક્ત થાય એ અંગે ગ્રામજનોએ સતત ટકોર કરી હતી. જોકે તેમ છતાં માર્ગ મકાન વિભાગ અને કોર્ન્ટ્રાક્ટર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા. અત્યારે ગ્રામજનોને વાહન વ્યવહાર સહિત રોજિંદા કામકાજ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને લઈને તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી.
ADVERTISEMENT
સ્થાનિકોએ ચક્કાજામ કરતા પોલીસે કરી અટકાયત
ભારે હાલાકી અને રોષના પહલે સ્થાનિકોએ બિસ્માર રસ્તાઓની સમારકામની કામગીરી જલદીથી પૂરી થાય એના માટે વિરોધ શરૂ કર્યો હતો. કનૈયાબે સહિતના 7 ગામોને છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તાઓના મુદ્દે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેઓ માર્ગ પર ધરણા પર બેસી જતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.
પોલીસે અટકાયત કરી
સ્થાનિકોમાં ભારે રોષના પગલે તેમણે માર્ગ પર ધરણા પ્રદર્શન શરૂ કરી દીધુ હતું. તેમના ઉગ્ર વિરોધના પગલે વાહનવ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો. જેના પરિણામે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લોકોની અટકાયત કરી હતી, તથા સ્થિતિ પર કાબૂ મેળવવાની તજવીજ શરૂ કરી દીધી હતી.
ADVERTISEMENT
With Input- Kaushik Kanthecha
ADVERTISEMENT
ADVERTISEMENT