કેહવાતા ભ્રષ્ટાચારના હબ ભુજ RTOમાં વધુ એકવાર COT ટીમની કાર્યવાહી, એજન્ટ રાજનો પર્દાફાશ
કૌશિક કાંટેચા.કચ્છઃ ભ્રષ્ટાચારને લઈને કાયમ વિવાદોમાં ભુજ RTO કચેરી ફરી એક વખત વિવાદમાં આવી છે. આજે ગુરુવારે RTO ગાંધીનગરની ટીમ ઓચિંતા ત્રાટકતા અમુક એજન્ટ ઝપટે…
ADVERTISEMENT
કૌશિક કાંટેચા.કચ્છઃ ભ્રષ્ટાચારને લઈને કાયમ વિવાદોમાં ભુજ RTO કચેરી ફરી એક વખત વિવાદમાં આવી છે. આજે ગુરુવારે RTO ગાંધીનગરની ટીમ ઓચિંતા ત્રાટકતા અમુક એજન્ટ ઝપટે ચઢયા હતા. અગાઉ ભુજ RTO બાબતે ભ્રષ્ટાચાર અને એજન્ટ રાજ અને ઓવરલોડને લઈને અનેક ફરિયાદો થઈ ચૂકી છે. જેને ધ્યાને રાખીને ભુજ RTO કચેરીમાં અમદાવાદથી કમિશ્નર કક્ષા તરફથી મોકલાયેલી ટીમે ધામા નાખ્યા હતા. અચાનક જ ફિલ્મી ઢબે સાદા ડ્રેસમાં આવેલી ટીમે બરતા-ફરતા લોકોને પકડી લેતા અફરાતફરી મચી ગઇ હતી. આમ, RTOમાં હજુય પણ એજન્ટ રાજ હોવાનો વધુ એક સાબિતી આપતો કિસ્સો ચોપડે નોંધાયો છે. ઉચ્ચસ્તરીય ટીમે એજન્ટોને દબોચી પોલીસને હવાલે કરી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની તજવીજ કરતા ભુજ RTOનું નાક કપાઇ ગયું છે.
અમુકને અંદાજ આવી જતા સવારથી જ ન ફરક્યા
ગુરુવારે સવારે અચાનક બે વાહનોમાં અમદાવાદ RTOની ટીમ તપાસ માટે પહોંચી હતી. ટુકડીના સભ્યોએ તમામને દબોચી લઇ RTO કચેરીની અંદર લઇ ગયા હતા ત્યારે ટુકડીના અમુક સભ્યો બહાર આવ-જા કરતા લોકોની પુછપરછ કરી હતી. ફિલ્મી ઢબે એન્ટ્રી થતા જ ફોલડરિયાઓ ગાયબ થઇ ગયા હતા. તો કચેરીના મુખ્ય ફોલડરિયાને ભનક આવી જતા તેઓ સવારથી દેખાયા જ ન હતા. પંદરેક લોકોને કચેરીની અંદર રુમમાં પુછપરછ કરી મોબાઇલ અને હાથમાં રહેલા કાગળો ચેક કર્યા બાદ જે અરજદાર જણાયા તેમને રવાના કરી દેવાયા હતા. બાકીના એજન્ટ્સ હોવાનું સામે આવતા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. RTOમાં હજુય પણ એજન્ટ રાજ હોવાનો વધુ એક સાબિતી આપતો કિસ્સો ચોપડે નોંધાયો છે. ઉચ્ચસ્તરીય ટીમે એજન્ટોને દબોચી પોલીસને હવાલે કરી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની તજવીજ કરતા ભુજમાં હજુય એજન્ટ રાજ અને ફોલ્ડર રાજ હોવાનો પુરાવો સામે આવ્યો છે અને ભુજ RTOનું નાક કપાઇ ગયું છે.
ગુજરાત હાઈકોર્ટમાં 7 જજની નિયુક્તિની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી ભલામણ
ADVERTISEMENT
કહેવાતા પ્રમાણિક અધિકારીની નજર નીચે એજન્ટ રાજ
RTOના અધિકારી પોતે પ્રમાણિક હોવાનો દાવો કરે છે અને તેમના રાજમાં જ એજન્ટોને ઉચ્ચ સ્તરીય ટીમે ધામા નાખી ધાક બેસાડતી કામગીરી કરી છે. આમ, કહેવાતા પ્રમાણિક અધિકારીઓના નાક નીચે જ એજન્ટ રાજને પ્રોત્સાહન અપાઇ રહ્યું હતું.
સુરત: પાંચ વર્ષની બાળકી ગળી ગઈ વીંટી, અન્નનળીમાં ફસાઈ જતા ઓપરેશન
ઢગલાબંધ ફરિયાદો પહોંચતા ઉચ્ચસ્તરીય ટીમને આવવું પડયું
એક તરફ RTOના મુખ્ય પ્રવેશદ્વાર પર આસિ. ઇન્સ્પેકટર ડયુટી કરતા હોય અને બીજી તરફ ફોલ્ડરો અને ઓપરેટર્સે માજા મુકી છે. ફોલ્ડરિયા અને ઓપરેટર્સની ઢગલાબંધ ફરિયાદો નામજોગ અને ફોટા-વીડિયો સાથે ઉચ્ચકક્ષાએ પહોંચતા RTOમાં ઉચ્ચસ્તરીય ટીમને કાર્યવાહી માટે આવવું પડયું હતું. અઘિકારીઓ દ્વારા કરાયોલી કામગીરીના રિપોર્ટની ચકાસણી પણ ટીમના સભ્યોએ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્થાનિક RTO અધિકારીની ભૂમિકા શંકાના દાયરામાં
કમિશનર કક્ષાએથી આવેલી ટીમ RTO કચેરી માં કાર્યવાહી તપાસ માટે આવે છે, પણ સ્થાનિક અધિકારીઓ શા માટે કાર્યવાહી નથી કરતા !? સૌથી મોટો સવાલ ભુજ RTO માં ચાલતું હપ્તા રાજ ક્યારે બંધ થશે !? હાલ જિલ્લાનાં લોકો એક જ માંગ છે કે જિલ્લાના મુખ્ય RTO વિરુદ્ધ માં વાહનવ્યવહાર કમિશ્નર દ્વારા પગલાં લેવા જોઈએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT