BJPના કુમાર કાનાણીને વરાછા બેઠકની ટિકિટ મળી, AAPના અલ્પેશ કથિરિયા સામે જામશે ટક્કર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓને ધમધમાટ શરૂ કરી દેવાયો છે. તેવામાં ઘણા નેતાઓને ગઈકાલે મોડી રાત્રે ભાજપની બેઠક પછી ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. તેવામાં ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાઈ રહ્યા છે. તેવામાં સુરતના વરાછા બેઠક પરથી કુમાર કાનાણીની ટિકિટ આપવામાં આવી છે.

વરાછા પરથી કુમાર કાનાણી ભાજપના ઉમેદવાર લગભગ નક્કી…
આમ આદમી પાર્ટીએ વરાછા બેઠક પરથી અલ્પેશ કથિરિયાને ઉભા રાખ્યા છે. તેવામાં હવે પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળી શકે છે. જોકે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં વરાછા બેઠક પરથી કુમાર કાનાણીએ ભાજપની જ જીત થશે એવો દાવો કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે 10 વર્ષથી અમારુ અહીં સારુ પ્રભુત્વ છે અને ભાજપનો ગઢ એવી વરાછા જીતવા પાર્ટી સજ્જ છે.

રાજકીય ઈતિહાસ વિશે જાણો….
રાજકારણમાં ભાજપનો ગઢ એટલે ગુજરાત. તેવામાં હવે સુરતની વરાછા બેઠક એમાની એક છે. પરંતુ આને જીતવા માટે ભાજપે ઘણી મહેનત કરવી પડતી હોય છે. છતા ભાજપની પકડ એટલી મજબૂત છે કે અનામત આંદોલન સમયે સરકાર વિરોધી પવન ફુંકાતો હોવા છતાં અહીં BJPએ સતત જીત મેળવી લીધી હતી. જોકે બીજી બાજુ જોવા જઈએ તો 2012ની સરખામણીએ 2017માં પાટીદાર આંદોલનનું ફેક્ટર ગેમમાં હતું જેથી કોંગ્રેસે અહીં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વળી આ બેઠકને કિશોર કાનાણીનો ગઢ પણ કહેવાય છે.

ADVERTISEMENT

કોંગ્રેસને પાટીદાર આંદોલન ફળ્યું…
જો આંકડાઓ પર વાત કરીએ તો કોંગ્રેસને પાટીદાર આંદોલનના કારણે 2012ની ચૂંટણી સરખામણીમાં 2017 દરમિયાન ઘણો ફાયદો થયો હતો. તેમના વોટ ટકાવારીમાં 6 ટકા સુધીનો નફો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે અત્યારે આ બેઠક પર અંદાજ પ્રમાણે કુલ 1,97,962 મતદારો છે, જેમાંથી પુરુષો 1,12,305 અને સ્ત્રીઓ 85851 છે. વળી 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1,25,191 મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

વરાછા ફતેહ કરવા ભાજપને નડશે AAP?
ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર હવે કોંગ્રેસ જ નહીં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. તેવામાં હવે આજે પાર્ટીએ જે યાદી બહાર પાડી છે તેમાં અલ્પેશ કથિરિયાને આ બેઠક પરથી લડવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. પાટીદારોની આ બેઠક પર આમ આદમી પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT