શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આજથી ચાર્જ સંભાળ્યો, જીતુ વાઘાણી પણ રહ્યા ઉપસ્થિત..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી તેમજ રાજયકક્ષાના મંત્રીઓની શપથવિધિ બાદ તમામ મંત્રીઓ એ એક પછી એક પોતાની ઓફિસમાં પદભાર સાંભળ્યો હતો. ત્યારે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ ચાર્જ સંભાળી લીધો છે. નોંધનીય છે કે તેમણે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કુબેર ડિંડોરના સમર્થકોએ તેમને પદભાર સંભાળવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા..
કુબેર ડિંડોરે પદભાર સંભાળતા સમયે જણાવ્યું હતું કે મને સોંપાયેલા ખાતાની જવાબદારી અંતર્ગત જે કોઈ કામ કરવા જેવા હશે તે અમે કરીશું. ખાસ શિક્ષણ ક્ષેત્રે હજુ શુ સારું થઈ શકે તે અંગે અમે કામ કરીશું. તેમજ મંત્રીએ આ ક્ષણે મતદારોનોં પણ આભાર માન્યો હતો. નોંધનીય છે કે તેઓ જ્યારે પદભાર સંભાળતા હતા ત્યારે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ ત્યાં હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

With Input: દુર્ગેશ મહેતા

    follow whatsapp

    ADVERTISEMENT