કોળી સમાજના દિગ્ગજ નેતા AAPમાં જોડાયા, કેજરીવાલે ખેસ પહેરાવી કહી આ મોટી વાત…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચારને અંતિમ ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. તેવામાં રવિવારે અરવિંદ કેજરીવાલે કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુ સોલંકીને AAPનો ખેસ પહેરાવ્યો છે. ત્યારે ભગવંત માને રાજુ સોલંકીના પુત્ર બૃજરાજ સોલંકીનું ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આની સાથે જ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માને આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી કેવી રીતે જીતશે એ વિશે જણાવ્યું હતું…

અરવિંદ કેજરીવાલે કહ્યું…
અત્યારે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. તેવામાં સમાજમાં પ્રખ્યાત તથા લોકોની સતત સેવા કરતા હોય એવા દિગ્ગજ નેતાઓ પણ AAPનો ખેસ ધારણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાતમાં જે પ્રમાણે પરિવર્તનની લહેર જોવા મળી રહી છે, એને જોતા લાગી રહ્યું છે કે જનતાને પણ અમારા પર વિશ્વાસ છે. રાજુભાઈ સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા છે અને તેમણે અત્યાર સુધી સતત જનતાની સેવા કરી છે.

ભગવંત માને કહ્યું કે રાજુભાઈ સોલંકી પોતાના સમર્થકો અને પુત્ર સાથે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ ગુજરાતમાં સંકેત છે કે AAPનો પરિવાર વિસ્તરણ પામી રહ્યો છે. અમારી પાર્ટીમાં ઘણા વિદ્યાર્થીઓ, ડોકટરો અને સામાન્ય જનતા પણ સમાજની સેવા કરવા માટે જોડાય છે. હું એક કલાકાર હતો પરંતુ કેજરીવાલની નીતિથી પ્રભાવિત થઈને મેં પ્રોફેશન છોડી રાજનીતિમાં કરિયર શરૂ કર્યું.

8 વર્ષમાં AAPનો માસ્ટર સ્ટ્રોક – ભગવંત માન
આમ આદમી પાર્ટીએ 8 વર્ષની અંદર 2 રાજ્યમાં પોતાની સરકાર બનાવી લીધી છે. આગામી ડિસેમ્બરમાં બેમાંથી અમે 3 રાજ્યોમાં પોતાની સરકાર બનાવી દઈશું એમ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી જનતાના પ્રાથમિક મુદ્દાઓ પર ધ્યાન આપે છે. અહીં રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતની કામગીરી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવે છે. ગુજરાતને પરિવર્તન તરફ લઈ જવા માટે આપની આ નવી પહેલ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT