ચૂંટણી પહેલા કોળી સમાજના આગેવાનને ટિકિટ મળે એ માટે માગ કરાઈ, ભાવનગરમાં ચિંતન શિબિરનું આયોજન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ જ્ઞાતિના આગેવાનો પણ એક્ટિવ થઈ ગયા છે. જેમાં પાટીદાર, ઓબીસી, કોળી સમાજ એક્શન મોડમાં જોવા મળ્યો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા ભાવનગર ખાતે કોળી સમાજ દ્વાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનને જ ટિકિટ મળે એ માટે માગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણેય પાર્ટીઓમાંથી કોણ સમાજના આગેવાનને ટિકિટ આપશે એની રાહ જોઈને કોળી સમાજના આગેવાનો બેઠા છે.

કોળી સમાજની પકડ ભાવનગરમાં મજબૂત
ભાવનગરની વાત કરીએ તો અહીં બેઠક પર કુલ 40 ટકા પ્રભુત્વ કોળી સમાજનું રહેલું છે. તેવામાં હવે ગ્રામ્ય બેઠકને પરષોત્તમ સોલંકીનો ગઢ ગણવામાં આવે છે. તેમણે આ બેઠક પરથી પહેલીવાર ભાજપને જીતનો ધ્વજ ફરકાવવામાં મદદ કરી હતી. પરષોત્તમ સોંલકી છેલ્લા 5 ટર્મથી આ બેઠક પર અજેય છે. 2017ની ચૂંટણીમાં પણ તેઓ 89,555 મત મેળવી એકતરફી વિજય મેળવી ચૂક્યા છે.

ગારીયાધાર બેઠક પર પાટીદારનો પ્રભાવ
કોળી સમાજની બોલબાલા વચ્ચે તમને જણાવી દઈએ કે અહીં મહુવા, પાલિતાણા, ગ્રામ્યમાં કોળી સમાજના ઉમેદવારો જ જીતતા આવ્યા છે. જ્યારે પરષોત્તમ સોલંકીના ગઢમાં શું હશે આગામી રણનીતિ એ સમય જ બતાવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT