PM મોદીના ગઢને જીતવા AAP કોને CMનો ચહેરો બનાવશે? જાણો કોણ છે પ્રબળદાવેદાર…
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં હવે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જીતવા માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં હવે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જીતવા માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન આજે અરવિંદ કેજરીવાલ AAPના CM પદના ચહેરો કોણ હશે એની માહિતી આપી શકે છે. તેવામાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયામાંથી કોઈ એક નામ સામે આવી શકે એમ લાગી રહ્યું છે. તો ચલો આપણે જાણીએ કે કોણ હશે CM પદના પ્રબળ દાવેદાર…
પંજાબમાં જીત પછી AAPની નજર ગુજરાત ફતેહ પર…
ઉલ્લેખનીય છે કે પંજાબમાં ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીનો વિશ્વાસ વધી ગયો છે. તેથી જ તેઓ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ એવા ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં હવે સીએમ પદ માટે પાટીદાર આંદોલનમાં રહી ચૂકેલા ગોપાલ ઈટાલિયા અને લોકપ્રિય પત્રકાર ઈસુદાન ગઢવીમાંથી કોઈ એકને સીએમ બનાવી શકશે.
ADVERTISEMENT
ઈસુદાનના એક અહેવાલે સરકારને દોડતી કરી દીધી…
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સીએમ ચહેરાના પ્રબળ દાવેદાર એવા ઈસુદાન ગઢવી એક રાજનૈતિક નિષ્ણાંત છે અને ગુજરાતી મીડિયાના લોકપ્રિય પત્રકાર છે. તેઓ ગુજરાતી ટીવી ચેનલના એક જાણીતા ચહેરા પણ રહી ચૂક્યા છે તથા તંત્રી તરીકે પણ તેમણે લોકોની સમસ્યાઓને ઉજાગર કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે ઈસુદાન ગઢવી દૂરદર્શનના કાર્યક્રમ યોજના સાથે પણ જોડાઈ ચૂક્યા છે. ત્યારપછી તેમણે એક મીડિયા ફર્મ સાથે કામ કાર્યરત હતા ત્યારે ગુજરાતના ડાંગ અને કપરાડા તાલુકામાં ગેરકાયદેસર રીતે ઝાડ કાપવાનાં 150 કરોડ રૂપિયાના કૌભાંડને પોતાના અહેવાલમાં બધા સામે લાવ્યા હતા.
ત્યારપછી ગુજરાત સરકાર પણ આ સમાચારના પગલે એક્શનમાં આવી ગઈ હતી અને આ રિપોર્ટે ગઢવીને અલગ જ ઓળખ આપી હતી. તેવામાં હવે આમ આદમી પાર્ટી પરિવર્તન લાવવા માગે છે તો ઈસુદાન ગઢવીને તેઓ સીએમનો ચહેરો બનાવે એની પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાને શું ફટકો પડી શકે…
છેલ્લા કેટલાક દિવસોમાં ગોપાલ ઈટાલિયાના વિવાદિત વીડિયો બહાર આવ્યા હતા. જેમાં તેઓ વડાપ્રધાન મોદી, તેમના માતા તથા ભગવાન ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. વાઈરલ વીડિયોનો વિવાદ એટલો વકર્યો હતો કે આ મુદ્દો ગુજરાત જ નહીં દેશમાં પણ ઘણો ચર્ચિત થયો હતો. એટલું જ નહીં ગોપાલ ઈટાલિયા અગાઉ પણ ઘણા વિવાદોમાં રહ્યા છે. જેમકે નીતિન પટેલ સાથેનો ફોન કોલ, પ્રદિપ સિંહ જાડેજા સાથેની ઘટના તથા મોદી વિરૂદ્ધ ટિપ્પણી..
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયા યુવાનોનો અવાજ બની શકે
આમ આદમી પાર્ટીએ યુવા નેતા ગોપાલ ઈટાલિયાને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી દીધી છે. તેઓ અભ્યાસમાં ઘણા આગળ છે અને રાજનીતિના પાઠ પણ સારા આવડે છે. જોકે હવે ગોપાલ ઈટાલિયા કે ઈસુદાન ગઢવી આમાંથી કોને આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો બનાવવામાં આવશે એ જોવાજેવું રહેશે.
ADVERTISEMENT