કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ જાણો કોની પાસે છે કેટલી બેઠક
નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણી કોંગ્રેસ માટે આશાનું કિરણ બની આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને પૂરતી લડત આપી હતી અને પાટીદાર આંદોલન…
ADVERTISEMENT
નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણી કોંગ્રેસ માટે આશાનું કિરણ બની આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને પૂરતી લડત આપી હતી અને પાટીદાર આંદોલન સહિત અનેક આંદોલને કારણે ભાજપને 100નો આંક પર કરવામાં સફળ ન થવા દીધા જ્યારે કોંગ્રેસે 77 બેઠક મેળવી હતી. 2022ની ચૂંટણી માટે એક આશાનું કિરણ બાંધ્યું હતું પરંતુ વર્ષ 2022 આવતા આવતા કોંગ્રેસના 77 માંથી 62 જ ધારાસભ્ય રહ્યા. છેલ્લા 5 વર્ષ દરમિયાન દરવર્ષે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી અને ભાજપનો સાથ આપવા લાગ્યા ભાજપ 99 બેઠક માંથી 111 બેઠક સુધી પહોંચી ગયું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની સમસ્યા સતત વધી રહી છે. આ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્ય સતત પક્ષ પલટો કરી અને કોંગ્રેસને ઝટકા આપતા આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકની વાત કરવામાં આવે તો 2017માં ભાજપ પાસે ફક્ત 99 બેઠક હતી જ્યારે હવે 111 બેઠક થઈ ચૂકી છે. જ્યારે કોંગ્રેસ 77 પરથી 62 સુધી આવી ચૂકી છે.
2017ની વિધાનસભાનું પરિણામ
ADVERTISEMENT
- ભાજપ – 99
- કોંગ્રેસ- 77
- અપક્ષ-3
- બિટીપી-02
- એનસીપી – 01
વર્ષ 2017 થી 2022 આવતા આવતા કોંગ્રેસે 17 ધારાસભ્ય ગુમાવ્યા છે. કોંગ્રેસના આંતરિક વિખવાદ અને નબળી નીતિનું કારણ ધરી અને ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસની સ્થિતિ કથળતી રહી અને ભાજપ મજબૂત બનતું રહ્યું.
કોંગ્રેસના આટલા ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
ADVERTISEMENT
- કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
- જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
- અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
- પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
- બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
- સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
- આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
- જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
- મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
- જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
- પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
- પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
- અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
- અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
- ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
- વલ્લભ ઘાવરિયા- જામનગર વિધાનસભા બેઠક
- હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક
ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ
ADVERTISEMENT
- ભાજપ- 111
- કોંગ્રેસ 62 (જિગ્નેશ મેવાણીને બાદ કરતાં)
- અપક્ષ- 1 (જિગ્નેશ મેવાણી )
- બિટીપી- 02
- એનસીપી- 01
- મૃત્યુ પામનાર- 02 ( આશાબેન પટેલ, અનિલભાઈ જોશિયારા)
- ખાલી 03 (પભૂભા માણેક/ અશ્વિન કોટવાલ અને હર્ષદ રિબડીયા)
ADVERTISEMENT