જાણો ક્યારે થઈ શકે છે ચૂંટણીની સત્તાવાર જાહેરાત, બે તબક્કામાં થઈ શકે છે મતદાન

Niket Sanghani

ADVERTISEMENT

election commision
election commision
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એક અથવા બે નવેમ્બરે થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણીપંચ આ દિવસે દિલ્હીમાં એક પત્રકાર પરિષદના માધ્યમથી ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓની જાહેરાત કરી શકે છે.  આ સાથે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થવાની સંભાવના છે.

ચૂંટણી પંચ 1 નવેમ્બરના રોજ પત્રકાર પરિષદ કરી શકે છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ પહેલી નવેમ્બરે જાહેર થઈ શકે છે. 2 તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. જેમાં નવેમ્બરના અંતમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે જ્યારે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ શકે છે. જ્યારે મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની સાથે યોજાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં 29 કે 30 તારીખે થઈ શકે છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 4થી ડિસેમ્બર આસપાસ  યોજાઈ શકે છે.

વિધાનસભા ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ દ્વારા પણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 4.90 કરોડ મતદારો નોંધાયા છે. જ્યારે 11.62 લાખ નવા યુવા મતદારો ઉમેરાયા છે. ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.

ADVERTISEMENT

2.53 કરોડ પુરૂષ મતદાર
રાજ્યમાં 4.90 કરોડ મતદારો નોંધાયા છે જ્યારે 11.62 લાખ નવા યુવા મતદારો ઉમેરાયા છે. ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 2.53 કરોડ પુરૂષ મતદાર જ્યારે 2.37 કરોડ મહિલા મતદાર નોંધાયા છે.

1417 થર્ડ ઝેન્ડર મતદાર
આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં ખાસ મતદાર મતદાર સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલ રાજ્યમાં 1417 થર્ડ ઝેન્ડર મતદાર નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 223 મતદાન છે જ્યારે અમદાવાદમાં 211 મતદાર છે. સુરતમાં પણ 159 થર્ડ ઝેન્ડર મતદાર નોંધાયા છે જ્યારે આણંદમાં 130 મતદાર નોંધાયા છે.

ADVERTISEMENT

4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો
કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પીડબલ્યુડી નામની ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેના પર દિવ્યાંગો મતદાનનો ઉપયોગ કરશે. બેઠક દીઠ 7 મહિલા સંચાલિત બુથ તૈયાર કરવામાં આવશે. પોલીસ સુરક્ષા કર્મીઓ પણ મહિલા હશે.51, 782 કુલ મતદાન મથકો છે જેમાંથી શહેરી મતદાન મથક 17,506 છે. રાજ્યમાં વિધાનસભાની 182 વિધાનસભામાંથી 142 સામાન્ય બેઠક છે જ્યારે એસસીની 13 અને એસટીની 27 બેઠક ફાળવવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT