રખડતા પશુઓ મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ, નક્કર કામગીરી કરવા સહિત શું નિર્દેશ આપ્યો જાણો..
અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરોનો મુદ્દો વિકટ બની ગયો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આજે રખડતા ઢોર મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં થયેલી ઘટનાનો પણ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરોનો મુદ્દો વિકટ બની ગયો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આજે રખડતા ઢોર મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં થયેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દરમિયાન એડવોકેટ જનરલે હાઈકોર્ટને પણ આ મુદ્દે ખાતરી આપી હતી, આ ત્રાસને પહોંચી વળવા માટે નક્કર કાર્યવાહી કરવા પણ સૂચન કરાયું હતું. અહેવાલો પ્રમાણે આનો રિપોર્ટ 9 જાન્યુઆરી સુધીમાં સોંપવાનો આદેશ કરાયો છે.
અહેવાલો પ્રમાણે રાજકોટમાં રખડતા ઢોરે એક્સ આર્મીમેન અને તેમની પૌત્રીને અડફેટે લીધા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના પછી હોસ્પિટલમાં તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા હતા. આ જે ઘટના બની એનો ઉલ્લેખ પણ હાઈકોર્ટમાં કરાયો હતો.
રખડતા ઢોરનો મુદ્દો ગરમાયો..
છેલ્લા ઘણા સમયમાં રાજ્યના મોટા શહેરોમાં રખડતા પશુઓના કારણે અકસ્માતો થતા આવ્યા છે. જેને લઈને શહેરજનો દ્વારા રખડતા પશુઓને છૂટા મૂકતા પશુપાલકો સામે કડક પગલા ભરવા માટે ટકોર કરાઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તંત્ર દ્વારા ઢોરના માલિકો પાસેથી અત્યારસુધીમાં 60 લાખથી વધુ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT