1995થી ભાજપ છે રાવપુરા બેઠકના રાવ, જાણો શું છે આ બેઠકનું સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. રાજકીય દાવપેચ રમાવા લાગ્યા છે. એક તરફ ભાજપ 182 બેઠકો જીતવાના દાવાઓ કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ 125 બેઠકો જીતવાનો દાવો કરી છે જ્યારે આમ આદમી પાર્ટી પણ સરકાર રચવાનો દાવો કરી રહી છે ત્યારે ભાજપનો ગઢ ગણાતા વડોદરા જિલ્લાની રાવપુરા બેઠક ખૂબ મહત્વની ગણવામાં આવે છે. આ બેઠક પરથી ચૂંટાયેલ નેતા રાજ્ય સરકારમાં મોભાદાર સ્થાન મેળવતા રહ્યા છે. વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી તેનું ઉદાહરણ છે.

1995થી આ બેઠક પર ભાજપનું રાજ
1995થી આ બેઠક પર ભાજપે પોતાનું સ્થાન બનાવી લીધું છે. રાવપુરામાં 1980થી 2017 સુધીની કુલ 13 ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારનો 6 વાર વિજય થયો છે. આશરે 3 લાખ મતદારો ધરાવતી આ બેઠકના 95% મતદારો શહેરી અને શિક્ષિત છે. સમા અને છાણી જેવા વડોદરાના ગામો પણ આ મતવિસ્તારમાં સામેલ છે.

સમસ્યાઓ
શહેરી વિસ્તાર હોવાથી મોટાભાગે ટ્રાફિક ઉપરાંત રસ્તા અને ખાસ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખોરંભે ચઢેલા કામ સામે સ્થાનિક સ્તરે સતત ચર્ચિત છે. સતત ભાજપને જ વફાદાર રહેવા છતાં આ વિસ્તારમાં પાલિકા પાર્કિંગ ઝોન ડેવલપ કરવામાં નિષ્ફળ રહ્યું છે.

ADVERTISEMENT

રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ જોખમમાં
છેલ્લી બે ટર્મથી રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠક પરથી ચૂંટાઇ આવે છે. આ વખતે પણ તેઓ મજબૂત દાવેદાર ગણવામાં આવે છે. પરંતુ અચાનક કોઈ કારણ આપ્યા વગર તેમની પાસેથી મહેસુલ મંત્રાલય છીનવી લેવાયું એ પછી હવે તેમની ટીકિટ પણ જોખમમાં હોવાનું માનવામાં આવે છે. ભાજપ અહીં યુવા ચહેરાને આગળ કરે તેવી શક્યતા છે. રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

મતદાર
રાવપુરા વિધાનસભા બેઠકમાં 2,95,457 મતદારો છે જેમાંથી 1,50,472 પુરુષ મતદાર જ્યારે 1,44,927 મહિલા અને 58 અન્ય મતદાર છે.

ADVERTISEMENT

2017નું પરિણામ
વર્ષ 2017માં વડોદરા જિલ્લાની રાવપુરા બેઠક પર કુલ 7 ઉમેદવાર મેદાને હતા. જેમાં ભાજપના રાજેન્દ્ર ત્રિવેદીને રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ માંથી ચંદ્રકાંત શ્રીવાસ્તવ મેદાને હતા. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને કુલ મતદાનના 58.66 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવને 38. 56 ટકા મત મળ્યા હતા. 2017ની ચૂંટણીમાં ફરી વખત રાજેન્દ્ર ત્રિવેદી વિજેતા થયા હતા. અને રૂપની સરકારમાં તે વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતા.

ADVERTISEMENT

કોંગ્રેસની સ્થિતિ
વર્ષ 2012માં કોંગ્રેસને આ બેઠક પરથી 57,728 મત મળ્યા હતા જ્યારે 2017 માં 70,335 મત મળ્યા હતા. ગુજરાત વિધાનસભાની 2022નીચૂંટણી દરમિયાન કોંગ્રેસનું સંગઠન ખૂબ જ નબળું છે ત્યારે આ સંગઠનની અસર ચૂંટણીમાં જોવા મળશે.

AAPની સ્થિતિ
રાવપુરા બેઠક માટે આમ આદમી પાર્ટી મજબૂત ઉમેદવારની શોધમાં છે. બિનરાજકીય ક્ષેત્રના કેટલાંક નામો અહીં ચર્ચામાં છે. અત્યારે આમઆદમી પાર્ટી જે પ્રકારે રાજકીય માહોલ તૈયાર કરી રહી છે તે મુજબ લાગી રહ્યું છે કે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મતદારો પર તેની અસર થશે.

 ચૂંટણી ઇતિહાસ
રાવપુરા વિધાનસભા બેઠક પર  વર્ષ 1967માં અહીં પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જેમાં PSPના એસ. એમ મહેતાએ 3397 મતોના માર્જીનથી વિજેતા થયા હતા. ત્યારે બાદ વર્ષ 1972માં કોંગ્રેસના ઠાકોરભાઇ પટેલ  વિજેતા થયા હતા.વર્ષ 1975 NCOમાંથીમાં ભઇલાભાઇ ગરબડદા વિજેતા થયા હતા. વર્ષ 1980માં કોંગ્રેસના સી. એન પેટેલ વિજેતા થયા હતા. 1985માં કોંગ્રેસના રમેશ ઠાકોર વિજેતા થયા હતા.  ત્યાર બાદ સતત 5 ટર્મ એટલે કે વર્ષ 1990, 1995, 1998, 2002 અને 2007માં યોગેશ પટેલે ભાજપમાંથી સત્તાનું એક હથ્થું સુકાન સંભાળ્યું હતું. યોગેશ પટેલ આ બેઠક પર સતત 5 ટર્મ સુધી ધારાસભ્ય રહેનારા અત્યાર સુધીના એકમાત્ર નેતા છે. યોગેશ પટેલ હવે માંજલપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે લડે છે અને હાલ માંજલપુર બેઠકના ધારાસભ્ય છે. વર્ષ 2012 અને 2017 એમ સતત બે ટર્મથી ભાજપના રાજેન્દ્ર ત્રિવેદી આ બેઠક જીતી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT