રુદ્રાક્ષ પહેરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો ફાયદાના બદલે થશે મોટું નુકસાન; જીવનમાં વધશે સમસ્યા

Gujarat Tak

ADVERTISEMENT

Rudraksha Wearing Rules
રુદ્રાક્ષ પહેરતા પહેલા જાણી લો આ નિયમો
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

શાસ્ત્રોમાં રૂદ્રાક્ષનું ખૂબ મહત્વ

point

રુદ્રાક્ષ ભગવાન શિવને ખૂબ જ પ્રિય

point

રૂદ્રાક્ષને નિયમો અને વિધિ અનુસાર ધારણ કરવો

Rudraksha Wearing Rules: શાસ્ત્રોમાં રૂદ્રાક્ષનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ કારણથી જે વ્યક્તિ રૂદ્રાક્ષ ધારણ કરે છે તેને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. આ કારણથી રુદ્રાક્ષને ચમત્કારિક અને અલૌકિક માનવામાં આવે છે. રુદ્રાક્ષ એક મુખીથી લઈને એકવીસ મુખી સુધી જોવા મળે છે. જેનું પોતાનું અલગ-અલગ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ રૂદ્રાક્ષને નિયમો અને વિધિ અનુસાર ધારણ કરે છે તો તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ યોગ્ય બની જાય છે. જાણો રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા કયા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે, જેથી તેને ધારણ કરવાથી સંપૂર્ણ ફળ મળે..

રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમો

- સવારે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે રુદ્રાક્ષ મંત્ર અને રુદ્રાક્ષ મૂળ મંત્રનો 9 વાર જાપ કરવા જોઈએ, સાથે જ સૂતા પહેલા અને રુદ્રાક્ષને ઉતાર્યા પછી પણ આ જાપ કરવા જોઈએ. રુદ્રાક્ષને એકવાર ઉતાર્યા પછી તેને તે પવિત્ર સ્થળે રાખવો જોઈએ, જ્યાં તમે પૂજા કરો છો. 

- રૂદ્રાક્ષને તુલસીની માળા જેમ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી તેને પહેર્યા પછી માંસ-દારૂથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો

ADVERTISEMENT

- એક મહત્વની વાત એ છે કે રૂદ્રાક્ષને ક્યારેય પણ સ્મશાનમાં ન લઈ જવો જોઈએ. આ સિવાય નવજાત શિશુના જન્મ સમયે અથવા જ્યાં નવાજાતનો જન્મ થયો હોય ત્યાં રુદ્રાક્ષ પહેરીને ન જવું જોઈએ.

- મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન રુદ્રક્ષ ન પહેરવો જોઈએ.

ADVERTISEMENT

- સ્નાન કર્યા વિના રૂદ્રાક્ષને સ્પર્શ ન કરવો જોઈએ. સ્નાન કર્યા પછી તેને શુદ્ધ કર્યા પછી જ પહેરો.

ADVERTISEMENT

- રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ભગવાન શિવનું ધ્યાન કરો. તેની સાથે શિવ મંત્ર 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતા રહો.

- રુદ્રાક્ષ હંમેશા લાલ કે પીળા દોરામાં ધારણ કરવો જોઈએ. તેને કાળા રંગના દોરામાં ક્યારેય ન પહેરવો જોઈએ. આની અશુભ અસર થાય છે.

- જો તમે રુદ્રાક્ષની માળા પહેરી હોય તો તેને બીજા કોઈને ન આપો. આ સાથે જ કોઈ બીજા દ્વારા આપવામાં આવેલ રૂદ્રાક્ષને બિલકુલ ન પહેરો.

- રુદ્રાક્ષની માળા હંમેશા વિષમ અંકોમાં જ પહેરવી જોઈએ. પરંતુ તે 27 મણકાથી ઓછી ન હોવી જોઈએ.

 

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.


 

    follow whatsapp

    ADVERTISEMENT