ટંકારા બેઠક પર જનતા કોને કરશે વિજય તિલક, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે મોરબી જિલ્લાની તમામ બેઠકો પર દેશભરના લોકોની નજર રહેશે. મોરબી દુર્ઘટના બાદ લોકોનો મિજાજ આ ચૂંટણી પરથી પારખી શકાશે. આ દરમિયાન ટંકારા બેઠકનું રાજકીય તેમજ ધાર્મિક મહત્વ છે. ત્યારે આ ચૂંટણીમાં 5 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

ધાર્મિક મહત્વ
ટંકારા આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. જેથી ટંકારા આર્ય સમાજના લોકો માટે પવિત્ર શહેર ગણાય છે.દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા હોવા છતાં આજદિન સુધી આ પવિત્ર ભૂમિને યાત્રાધામનો દરજ્જો મળ્યો નથી.

વ્યવસાય
ટંકારામાં ખેતી મુખ્ય ધંધો છે અને અહીં કેટલીક કોટન મિલો આવેલી છે, જેના કારણે લોકોને રોજગારી મળે છે.

ADVERTISEMENT

પહેલા રાજકોટ જિલ્લાનો ભાગ હતો
ટંકારા અગાઉ રાજકોટ જિલ્લાનો ભાગ હતો, પરંતુ મોરબી અલગ જિલ્લો બન્યા બાદ ટંકારા મોરબી જિલ્લાનો ભાગ બન્યો.

મતવિસ્તાર
આ વિધાનસભા બેઠકમાં ટંકારા તાલુકા, મોરબી તાલુકાના ગ્રામીણ વિસ્તારો, પદઘરી તાલુકો, લોધિકા તાલુકો, ધ્રોલ તાલુકા વગેરેનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

પાટીદારનો દબદબો
ટંકારા બેઠક પર પાટીદાર સમાજનો દબદબો છે. પાટીદાર મતો જેને મળશે તે પક્ષ સ્પષ્ટ બહુમતીથી વિજેતા બનશે. ટંકારા-પડધરી વિધાનસભા બેઠક પર એક લાખથી વધુ પાટીદારો છે અને આ બેઠક સર કરવા માટે પાટીદારોના મત મેળવવા અનિવાર્ય રહેશે.

ADVERTISEMENT

ભાજપનો ગઢ
ગુજરાતને કેશુભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલ જેવા બબ્બે દિગગજ નેતાઓ ભેટ ધરનાર અને સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ એવી ટંકારા વિધાનસભા બેઠકનો ઇતિહાસ જોઈએ તો અહીંના મતદારોએ અપક્ષ,ભાજપ અને કોંગ્રેસને જીત અપાવી છે અને છેલ્લા અઢીદાયકામાં તો સતત ભાજપને વિજયમાળા ભેટ મળી રહી છે.

સમસ્યા
ટંકારા બેઠકે અત્યાર સુધી દિગ્ગજ નેતાઓ આપ્યા છે પરંતુ સામે તાલુકા મથકના ટંકારા અને પડધરી નામના જ તાલુકા રહ્યા છે. કોટન જીનીગ ઉદ્યોગોનો મોટા પ્રમાણમાં વિકાસ થવા છતાં પાયાની સવલતો કે ફાયરબ્રિગેડ, બસ સ્ટેન્ડ રેલવે, માર્કેટિંગ યાર્ડ જેવી સુવિધા આ તાલુકો ઝંખી રહ્યો છે.

મોહન કુંડારિયાનો ગઢ
ગુજરાત વિધાનસભાની ટંકારા બેઠક મોહન કુંડારિયાનો ગઢ બની ચૂકી છે. એક બાદ એક એક 5 ટર્મ મોહન કુંડારિયા આ બેઠક પર ચૂંટણી જીતી ચૂક્યા છે. વર્ષ 1995, 1998, 2002, 2007, 2012 આમ કુલ 5 વખત ભાજપ તરફથી મોહન કુંડારિયા વિજેતા થયા છે.

મતદાર
મોરબી જિલ્લાની ટંકારા બેઠક પર 1,28,131 પુરુષ મતદાર છે. જ્યારે 1,21,313 સ્ત્રી મતદાર છે. આમ કુલ 2,49,444 મતદારો છે જે નેતાઓનુજ ભવિષ્ય નક્કી કરશે.

ટંકારા બેઠક પર આ ઉમેદવારો છે મેદાને
ભાજપ- દુર્લભજી દેથરિયા
કોંગ્રેસ- લલીત કગથરા
આપ- સંજય ભટાસણા
વ્યવસ્થા પરિવર્તન પાર્ટી- શૈલેષ પરમાર
બસપા- મુશાભાઈ ચનાણી

રાજકીય ઇતિહાસ
1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. ગુજરાતની ટંકારા વિધાનસભા બેઠક પર અઢી દાયકાથી વધુ સમયથી ભાજપનું વર્ચસ્વ છે. આ બેઠક પર ભાજપના એક ધારાસભ્ય સતત પાંચ વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે જીતી હતી.

વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1967-  વી જે શાહ- INC
1972 બોડા ગોવિંદ જેઠ- IND
1975 બોડા ગોવિંદ જેઠ-  KLP
1980 પટેલ વલ્લભભાઈ- IND
1985 પટેલ વલ્લભભાઈ- INC
1990 કેશુભાઈ પટેલ-  ભારતીય જનતા પાર્ટી
1995 મોહન કુંડારિયા- ભારતીય જનતા પાર્ટી
1998 મોહન કુંડારિયા -ભારતીય જનતા પાર્ટી
2002 મોહન કુંડારિયા- ભારતીય જનતા પાર્ટી
2007 મોહન કુંડારિયા- ભારતીય જનતા પાર્ટી
2012 મોહન કુંડારિયા- ભારતીય જનતા પાર્ટી
2014 મહેતાલિયા ભવાનજી- ભારતીય જનતા પાર્ટી
2012 લલિત કગથરા- INC

    follow whatsapp

    ADVERTISEMENT