રાજકારણમાં એન્ટ્રી માટે આ પાછળનું બારણું કયું છે? જેના માટે BJP અને AAP સામ-સામે આવી ગયા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાર્થ વ્યાસ/અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અત્યારે સૌથી ચર્ચિત મુદ્દો હોય તો એ છે… પાછળના બારણે એન્ટ્રી કોની થશે? આમ આદમી પાર્ટી અને ભાજપ બંને આ બારણાનો ઉલ્લેખ કરી રહી છે. તેવામાં મેધાપાટકરને ગુજરાતના રાજકારણમાં પાછળના બારણે ઘુસાડવાની વાત હોય કે પછી સોનિયા ગાંધીને PM ઉમેદવાર માટે બેકડોરથી એન્ટ્રી કરાવવાની વાત હોય, આમ આદમી પાર્ટી અને ભાજપ બંને આમને સામને આવી ગયા છે. તો ચલો હવે આ પાછળનું બારણું છે શું અને વળી આમ આદમી પાર્ટીના કાર્યાલય પર કથિત દરોડો શું આ પાછળના બારણેથી તો નથી પાડવામાં આવ્યો ને? વળી આ બારણું સૌથી પહેલા ખોલ્યું કોણે એના પર વિગતવાર માહિતી મેળવીએ…

પાછળનું બારણું ગુજરાત રાજકારણમાં ખુલ્યું છે કે નહીં? કથિત દરોડો આ બારણેથી પાડવામાં આવ્યો?

  • ટાઈમ લાઈન- (1): આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરા તરીકે મેધા પાટકરને રાજકારણમાં પાછળા બારણે એન્ટ્રી કરાવશે એ અટકળો વહેતી થતા રાજકારણ ગરમાયું હતું. આ દરમિયાન ભાજપના ટોપ લીડર્સે પણ આમ આદમી પાર્ટીને ઘેરી લીધી હતી.
  • (2) ગુજરાત તક સાથેની વાતચીતમાં મેધા પાટકરે જણાવ્યું કે રાજકારણમાં આ પાછળનું બારણું કયું છે એ મને પણ નથી ખબર. હું પોતે પણ મૂંઝવણમાં છું કે કેવી રીતે આ બારણે એન્ટ્રી લઈશ. આ ક્યાંથી ખૂલે છે જરા મને જણાવજો.
  • (3) ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે પાછળા બારણે એન્ટ્રીનો ઉલ્લેખ કર્યો. તેમણે આડકતરી રીતે ભાજપ પર કટાક્ષ કર્યો. કહ્યું કે ભાજપ પાછળના બારણેથી સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવા જઈ રહી છે.
  • (4) કેજરીવાલના અમદાવાદ પ્રવાસ દરમિયાન AAPની ઓફિસ પર પોલીસે દરોડો પાડ્યો હોવાનો આક્ષેપ પાર્ટીએ કર્યો હતો. જોકે આ દરમિયાન અમદાવાદ પોલીસે દરોડો પાડ્યો હોવાની ખંડણી કરી હતી. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે શું આ કથિત દરોડો આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં પાછળના બારણેથી તો નથી પાડવામાં આવ્યો ને?

હવે આ તમામ ચર્ચાઓ પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજકારણનું પાછળનું બારણું કયું છે એ સવાલ સામે આવી રહ્યો છે. એટલું જ નહીં આ બારણેથી કઈ પાર્ટી કોને ચૂંટણીના મેદાનમાં ઉતારશે એ જોવાજેવું રહેશે. નોંધનીય છે કે ત્રિપાંખીયા જંગમાં હવે આ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે હવે આ પાછળનું બારણુ ક્યારે ખુલશે અને કોના માટે તથા આનાથી એન્ટ્રી નેતાઓને ફળશે કે પછી કોઈપણ પાર્ટીને મુશ્કેલીમાં મુકી દેશે એ તો સમય જ બતાવશે. તો ચલો આપણે વિગતવાર આ પાછળના બારણાની રાજનીતિ પર નજર કરીએ..

ADVERTISEMENT

સોનિયા ગાંધી પાછળના બારણે બનશે PM? કેજરીવાલનો વળતો પ્રહાર
ગુજરાત પ્રવાસ પર આવેલા અરવિંદ કેજરીવાલે રિક્ષા ચાલકના ઘરે રાત્રિ ભોજન કર્યાની સાથે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. નોંધનીય છે કે આ દરમિયાન સોનિયા ગાંધીનો ઉલ્લેખ કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને લાગી રહ્યું છે કે ભાજપ હવે પાછળના બારણેથી વડાપ્રધાન તરીકે સોનિયા ગાંધીને ઉમેદવાર તરીકે પસંદ કરી શકે છે. વળી કેજરીવાલ વધુમાં બોલ્યા કે હવે કોંગ્રેસની પાર્ટી પતી ગઈ છે. એના પર સવાલ ન કરો તો યોગ્ય છે.

ADVERTISEMENT

ભાજપે મેધા પાટકરને પાછળના બારણે રાજકારણમાં એન્ટ્રી વિશે જણાવ્યું હતું
અગાઉ રાજકારણમાં વહેતી અટકળો મુદ્દે મેધા પાટકરને ગુજરાતના મુખ્યમંત્રી ચહેરા તરીકે આમ આદમી પાર્ટી પસંદ કરી શકે છે એવું સામે આવ્યું હતું. જોકે આ તમામ વિવાદો વચ્ચે અમિત શાહે પણ મેધા પાટકર પર નિશાન સાધ્યું હતું. તેવામાં પાછળના બારણે મેધા પાટકરની રાજકારણમાં એન્ટ્રીનો મુદ્દો ગરમાયો હતો.

ADVERTISEMENT

રાજકારણમાં પાછળના બારણે પ્રવેશ મુદ્દે મેધા પાટકરનો સણસણતો ઘટસ્ફોટ
ગુજરાત તક સાથેની ખાસ વાતચીતમાં મેધા પાટકરે ગુજરાતના રાજકારણમાં પાછળના બારણેથી એન્ટ્રી કરવા મુદ્દે અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે મને તો જાણ નથી કે આ દરવાજામાં એન્ટ્રી કેવી રીતે થાય. અમિત શાહે જ જણાવવું પડશે કે સૌથી પહેલા તો આ પાછળનું બારણું છે ક્યાં અને આનો રૂટ શું છે. શું આ રસ્તો પાકિસ્તાન તરફથી કે પછી બાલાસોરમાંથી નીકળે છે? મેધા પાટકરે જણાવ્યું કે મારે પાછળના બારણે રાજકારણમાં પ્રવેશવાની જરૂર જ નથી. હું આમ આદમી પાર્ટીનો અત્યારે ભાગ જ નથી તો કેવી રીતે મને મુખ્યમંત્રીનો સંભિવત ચહેરો બનાવી શકાય.

ગુજરાતમાં ચૂંટણી ક્યારે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. અહેવાલો પ્રમાણે ઈલેક્શન કમિશન સપ્ટેમ્બરના અંત સુધીમાં અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે. અગાઉ ઈલેક્શન કમિશનની ટીમ સપ્ટેમ્બરના મધ્યમાં ગુજરાત આવી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT