ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકીય કારકિર્દી, ABVPથી લઈ CM સુધીની સફર જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા પોતે ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આની સાથે જ વિજય રુપાણીનું આખું મંત્રીમંડળ કપાયું હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. તેવામાં આપણે નજર કરીએ કે વિજય રૂપાણીએ એબીવીપીથી કારકિર્દીની શરૂઆત કરીને કેવી રીતે મુખ્યમંત્રી પદ સુધીની સફર ખેડી. ઉલ્લેખનીય છે કે નીતિન પટેલનું મુખ્યમંત્રી બનવું લગભગ નક્કી હતું ત્યારે છેલ્લી ઘડીએ રૂપાણીને પસંદ કરાયાથી લઈને 11 સપ્ટેમ્બર 2021ના દિવસે જાહેર કાર્યક્રમમાં રૂપાણીએ રાજીનામું આપવા સુધીના ઘટનાક્રમ વિશે પણ જાણીએ…

વિજય રૂપાણીનો જન્મ બર્મામાં થયો…
વિજય રૂપાણીનો જન્મ બર્મા કે જે અત્યારે મ્યાનમાર તરીકે ઓળખાય છે. અહીં રાજધાની રંગૂન ખાતે રૂપાણીનો જન્મ થયો હતો. 2 ઓગસ્ટ 1956માં વિજય રૂપાણીનો જન્મ થયો હતો. ત્યારપછી 1960 દરમિયાન પરિવાર રાજકોટ પરત ફર્યો હતો અને અહીંથી વિજય રૂપાણીએ ભણતર અને આગામી કારકિર્દી રાજકોટમાં આગળ શરૂ કરી હતી.

વિજય રૂપાણીએ 1971થી એબીવીપી, આરએસએસ અને જનસંઘ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. તેવામાં 1976ની કટોકટી સમયે મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ અંતર્ગત તેઓ ભાવનગર અને ભૂજની જેલમાં ગયા હતા.

ADVERTISEMENT

વકીલ બનવાને બદલે RSSના પ્રચારક બન્યા
વિજય રૂપાણીએ ત્યારપછી LLBનો અભ્યાસ કર્યો પરંતુ વકીલાત કરવાને બદલે તેમણે 1978થી 1981 સુધી RSSના પ્રચારક તરીકે કામ કરવાનું શરૂ રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે 80ના દશકા દરમિયાન સંઘ દ્વારા ઘણા લોકોને જનસંઘમાંથી બનેલા ભાજપમાં મોકલવામાં આવતા હતા. તેઓ ભાજપ એકમના મહામંત્રી હતા. ત્યારપછી વિજય રૂપાણી પોતાની રાજકીય કારકિર્દીના જાણો શ્રી ગણેશ કર્યા એમ પણ કહી શકાય…

ADVERTISEMENT

તેમણે 1987માં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી લડી. ત્યારપછી 1988થી એક દશકા સુધી તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા હતા. તથા 1996-97માં આગળ જતા વિજય રૂપાણી મેયર બન્યા હતા.

ADVERTISEMENT

ભાજપમાં રાજ્ય કક્ષાએ રૂપાણીને મળ્યું સ્થાન
વિજય રૂપાણીને ત્યારપછી ભાજપમાં રાજ્ય કક્ષાના સંગઠનોમાં પણ સ્થાન મળવા લાગ્યું હતું. કેશુભાઈની સરકાર બની પછી 1995માં કેશુભાઈની સરકાર બની ત્યારપછી 1998માં વિજય રૂપાણી પ્રદેશ મહામંત્રી તરીકે પસંદગી પામ્યા હતા. ત્યારપછી પર્યટન નિગમ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો છે. આની સાથે જ જોવા જઈએ તો વિજય રૂપાણી 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.

વજુભાઈ વાળાની વિદાય પછી બન્યા ધારાસભ્ય
ઉલ્લેખનીય છે કે વજુભાઈવાળાની વિદાય પછી રાજકોટ પશ્ચિમથી વિજયભાઈ રૂપાણી પેટા ચૂંટણી લડ્યા હતા. આમાં તેમની જીત થઈ હતી અને તેઓ ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલની સરકારમાં વિજય રૂપાણીને સારી એવી જવાબદારી પણ મળી હતી. તેઓ આનંદીબેન સરકારમાં કેબિનેટ પ્રાધાન બન્યા હતા. ત્યારપછી ફેબ્રુઆરી 2016માં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ તેમને મુખ્યમંત્રી બનવાની પણ તક મળી ગઈ હતી.

મુખ્યમંત્રી બનવાનો કિસ્સો રહ્યો સૌથી ચર્ચિત…
આનંદી બેન પટેલે ઓગસ્ટ 2016માં રાજીનામુ આપ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે એ કોયડો ગુંચવાયો હતો. પસંદગી માટે તે સમયે તો નીતિન પટેલને લગભગ મુખ્યમંત્રી તરીકે પસંદ કરી દેવાયા હતા એવી અટકળો આવી હતી. મોટાભાગે એવી જ ચર્ચા ચાલી રહી હતી કે નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે. પરંતુ આ સમયે તમામ ચર્ચાઓના વેગ વચ્ચે ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરી દેવાયા હતા. જોકે નીતિન પટેલની પસંદગી કેમ ન થઈ એ મુદ્દે પણ રાજકાણ ઘણુ ગરમાયું હતું.

11 સપ્ટેમ્બર 2021..વિજય રૂપાણીએ રાજીનામું સોંપ્યું
વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે બધાને લાગ્યું કે ચૂંટણી સુધી જ તેમને આ જવાબદારી સોંપાઈ હશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હેમખેમ કરીને 99 બેઠકો જીતી પોતાનો ગઢ બચાવ્યો હતો. જોકે છતા ભાજપ દ્વારા વિજય રૂપાણીને જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હતા. તેવામાં હવે જોતજોતામાં પાસા ફરી પલટાયા…11 સપ્ટેમ્બર 2021ના દિવસે વિજય રૂપાણીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ દરમિયાન ઘણી અટકળો લગાવાઈ હતી, ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા.

ગુજરાત ભાજપના સૌથી મોટા સમાચાર
બુધવારની મોડી સાંજે ભાજપમાં ભુકંપ આવ્યો છે. વિજય રૂપાણી સરકારનું આખુમંત્રી મંડળ ચૂંટણી નહીં લડે તેવી વિગતો મળી રહી છે. ઉપરાંત 25 ટકા ધારાસભ્યોના પત્તા કપાશે તેવી પણ માહિતી મળી રહી છે. બોટાદથી સૌરભ પટેલ, ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા વટવા, મહેસાણાથી નીતિન પટેલ, સહિત કુલ 8 મંત્રીઓ ચૂંટણી નહીં લડે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT