આમ આદમી પાર્ટીના ‘પૈસાદાર’ ઉમેદવારો, કરોડપતિઓ પર ટિકિટોની વર્ષા થવાની અટકળો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરૂચઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં હવે દરેક પક્ષો પોતાના જીતનો પરચમ લહેરાવવા માટે સતત એક્ટિવ રહ્યા છે. આ દરમિયાન પોતાની સરકાર બને એના માટે આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. AAPએ CM પદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની પણ પસંદગી કરી દીધી છે. તેવામાં ભરૂચ બેઠક પર પસંદ કરાયેલા AAPના ઉમેદવારો પૈસાદાર હોવાના દાવા કરાઈ રહ્યા છે. એટલું જ નહીં આમ આદમી પાર્ટી દ્વારા કરોડપતિઓને જ ટિકિટોની લ્હાણી કરાતી હોવાની અટકળો અને ચર્ચાએ જોર પકડ્યું છે. જાણો આમના વિશે વિગતવાર માહિતી…

મનહર પરમારને AAP ફળી! જોડાયા અને 15 દિવસમાં જ ટિકિટ મળી
ભરૂચ વિધાનસભા બેઠક પરથી અપક્ષ અને પછી ભાજપમાં જોડાયા બાદ ફરીથી અપક્ષ રહી ચૂકેલા પૂર્વ કોર્પોરેટર મનહર પરમારને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેઓ માત્ર 15 જ દિવસ પહેલા AAPમાં જોડાયા હતા અને તેમને ટિકિટ મળી ગઈ છે.

મનહર પરમાર આર્થિક રીતે સધ્ધર હોવાનું સામે આવી રહ્યું છે. તેઓ અત્યારે ફાઈનાન્સ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે. એટલું જ નહીં મનહર પરમારે જણાવ્યું કે જો તેઓ ધારાસભ્ય બની ગયા તો પોતાના મત વિસ્તારમાં 24 કલાક કાર્યરત રહેશે અને લોકોની સેવા કરશે. રિપોર્ટ્સ પ્રમાણે તેઓ વ્યવસાયે ફાઈનાન્સર છે અને કરોડપતિ છે.

ADVERTISEMENT

જંબુસરના સાજીદ છે.. 2 હોસ્પિટલોના માલિક…
આમ આદમી પાર્ટીએ જંબુસર બેઠક પરથી સાજીદ રેહાનને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તેઓ 2 હોસ્પિટલના માલિક છે તથા એઈમ્સ એજ્યુકેશન નામની સંસ્થા પણ ચલાવે છે. તેમણે પોતાની પ્રોફાઈલમાં ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે સાજીદના પરિવારમાં મોટા બહેન અને માતા છે.

અંકલેશ્વરના ઉમેદવાર છે પેટ્રોલ પંપના માલિક
આમ આદમી પાર્ટીએ અંકલેશ્વરથી અંકુર પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે તેઓ પેટ્રોલ પંપના માલિક છે. અંકુર પટેલ 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આની સાથે જ ટૂંક સમયમાં તેમને તાલુકાના પ્રમુખ બનાવી દેવાયા હતા. ત્યારપછી 12 જુલાઈ 2022ના દિવસે અંકલેશ્વર વિધાનસભા સંગઠન મંત્રી બનાવાયા હતા. તેવામાં હવે અંકલેશ્વર વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે.

ADVERTISEMENT

વાગરાના ઉમેદવાર ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ સાથે સંકળાયેલા છે…
વાગરા વિધાનસભા બેઠક પરથી જયરાજસિંહ રાજને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. તેવામાં તેઓ વ્યવસાયે ખેતી અને ટ્રાન્સપોર્ટેશન ખાતે સંકળાયેલા છે. વળી 15 વર્ષ ભાજપમાં ખેડૂત આગેવાન તરીકે રહેલા જયરાજસિંહ રાજને ટિકિટ મળતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીમાં જયરાજસિંહ રાજ 2 વર્ષના પૂર્વ પ્રમખ અને અત્યારે AAPના કિસાન મોરચા મંત્રી છે. જોકે હવે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયાની આદિવાસી બેઠક પર AAPએ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT