કોરોનાકાળ બાદ પહેલીવાર રાજ્યમાં યોજાશે પતંગ મહોત્સવ, 65 દેશોને ભાગ લેવા આમંત્રણ અપાયું
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાકાળ બાદ પહેલીવાર ઈન્ટરનેશનલ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 8થી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવ ઉજવાશે. જેમાં દેશ-વિદેશના ઘણા પતંગબાજો…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાકાળ બાદ પહેલીવાર ઈન્ટરનેશનલ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 8થી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવ ઉજવાશે. જેમાં દેશ-વિદેશના ઘણા પતંગબાજો ભાગ લેશે. પતંગ મહોત્સવને લઈને રાજ્યના પ્રવાસન વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા કોરોનાની મહામારીના કારણે વર્ષ 2021 અને 2022માં પતંગ મહોત્સવને રદ કરી દેવામાં આવ્યો હતો.
આ 4 સ્થળોએ થશે પતંગ મહોત્સવ
રાજ્યમાં 4 મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ વખતના કાઈટ ફેસ્ટિવલની થીમ G-20 અને આઝાદી કા અમૃત મહોત્સવ રાખવામાં આવી છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો પતંગ મહોત્સવ ઉજવાશે. જ્યારે વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ મહોત્સવ ઉજવાશે. આવી જ રીતે સુરત અને રાજકોટમાં પણ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
65 જેટલા દેશને આમંત્રણ ભાગ લેવા આમંત્રણ અપાયું
નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રવાસન વિભાગની એક બેઠક મળી હતી. જેમાં કાઈટ ફેસ્ટિવલની પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી 2023માં યોજાનારા કાઈટ ફેસ્ટિવલમાં વિશ્વના 65 દેશને આમંત્રણ આપવામાં આવ્યું છે. એવામાં વિદેશથી આવનારા પતંગબાજો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ અમદાવાદમાં રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગબાજી કરશે.
ADVERTISEMENT
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ પણ યોજાશે
છેલ્લા 2 વર્ષથી કોરોનાના કહેરના કારણે અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવતો ન હતો. આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય રીતે આયોજન કરવાની તૈયારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 4.50 કરોડના ખર્ચે કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે. જેમાં લેસર શો, મલ્ટી મીડિયા શો વગેરેની નાનાં બાળકોથી લઇ અને મોટા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કાંકરિયા કાર્નિવલમાં નામાંકિત કલાકારો એવા સાંઈરામ દવે, આદિત્ય ગઢવી, કાજલ મહેરિયા સહિતના કલાકારો ડાયરાની મોજ કરાવશે. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન
અમદાવાદમાં આ વર્ષે શરૂઆતમાં 1 જાન્યુઆરીથી માંડીને 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસ સુધી ફ્લાવર શો યોજવાનું નક્કી કરાયું છે. આ શો દરમિયાન મુખ્ય આકર્ષણોમાં મહેંદીથી બનાવેલી ઓલમ્પિકની રમતોના સ્કલ્પચર, વાઈલ્ડ લાઈફની થીમ આધારિત સ્કલ્પચર્સ, 10 લાખથી વધુ રોપાઓ દ્વારા તૈયાર કરાયેલા ફૂલ છોડવાના પ્રદર્શન, ફૂલમાંથી બનાવાયેલા પ્રવેશ દ્વાર અને સ્કાય ગાર્ડન એક ખાસ પ્રકારનું આકર્ષણ બની રહેશે. કેટલીક ખાસ થીમ માટે થાઈલેન્ડથી ફૂલો ખાસ મગાવાશે તેવું જાણવા મળી રહ્યું છે. 200 ફૂટ લાંબી વિવિધ કલરની વોલ તથા સેલ્ફી પોઈન્ટ્સ, જી20 થીમ આધારિત સ્કલ્પચર, બોલ સાથે ડોલ્ફીન, હનુમાનજીની પ્રતિકૃતિ, ધનવંતરી ભગવાન તથા ચરક ઋશિના સ્કલપ્ચર હશે સાથે જ વેજીટેબલ્સ અને ફ્રૂટના સ્કલ્પચર પણ લોકો માટે આશ્ચર્ય બની રહેશે.
ADVERTISEMENT