Kinjal Dave ની ‘ચાર બંગડીવાળી ગાડી’ને ફરી લાગી બ્રેક, હાઈકોર્ટે ગીત ગાવા પર સ્ટે લગાવ્યો
લોકગાયિકા કિંજલ દવેનું 'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીતનો વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. આ ગીત ઘણા સમયથી કોપીરાઈટ કેસમાં સપડાયું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીતનો વિવાદ
ચાર ચાર બંગડી ગીત જાહેર સ્ટેજ ઉપરથી નહી ગાઈ શકે
ગુજરાત હાઈકોર્ટે આ ગીત ગાવા પર રોક લગાવી
Kinjal Dave Case: લોકગાયિકા કિંજલ દવેનું 'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીતનો વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. આ ગીત ઘણા સમયથી કોપીરાઈટ કેસમાં સપડાયું છે. હવે આ ગીત ગાવા પર હાઈકોર્ટ દ્વારા સ્ટે લગાવવામાં આવ્યો છે. એટલે કે કિંજલ દવે ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ ગીત ગાઈ શકશે નહીં. આપને જણાવી દઈએ કે, સિવિલ કોર્ટે રેડ રિબન એન્ટરટેઈનમેન્ટનો કોપીરાઈટનો દાવો ફગાવતાં કિંજલ દવેને 'ચાર ચાર બંગડીવાળી ગાડી' જાહેર કાર્યક્રમોમાં ગાવાની છૂટ આપી હતી. પરંતુ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યા બાદ ફરી એકવાર કિંજલના આ ગીત ગાવા પર રોક લગાવાઈ છે.
હાઈકોર્ટે 6 માર્ચ સુધી લંબાવ્યો સ્ટે
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને 'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીત ગાવા પર સ્ટે 6 માર્ચ સુધી લંબાવ્યો છે. સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો લોકગાયિકા કિંજલ દવે ગાયેલું “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત 20 ડિસેમ્બર 2016ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું. જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. જે બાદ વર્ષ 2017થી આ ગીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર 29 સપ્ટેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. એટલે કે કાર્તિક પટેલનું ગીત કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું.
સિવિલ કોર્ટના ચુકાદાને HCમાં પડકાર્યો
તાજેતરમાં જ કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો, પરંતુ સિવિલ કોર્ટમાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ સાબિત કરી શક્યું નહીં. જેથી કોર્ટે ગીત પર લગાવવામાં આવેલી તમામ રોક હટાવી દીધી હતી અને કિંજલ દવેને આ ગીત ગાવાની છૂટ આપી હતી. જે બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાં અરજી કરાતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT