કિંજલ દવે ચાર ચાર બંગડીવાળી સોન્ગ નહીં ગાઈ શકે, જાણો સેસન્સ કોર્ટે કેમ કડક પગલાં ભર્યા?
અમદાવાદઃ કિજલ દવે હવે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં સોન્ગ ગાઈ શકશે નહીં. સેશન્સ કોર્ટે કોપીરાઈટ મુદ્દે આ ગીત ન ગાવા પર હુકમ કર્યો…
ADVERTISEMENT
અમદાવાદઃ કિજલ દવે હવે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં સોન્ગ ગાઈ શકશે નહીં. સેશન્સ કોર્ટે કોપીરાઈટ મુદ્દે આ ગીત ન ગાવા પર હુકમ કર્યો છે. વળી આની સાથે કિંજલ દવે હવે આ સોન્ગની સીડી અથવા કેસેટ કઈપણ વેચી શકશે નહીં. સેશન્સ કોર્ટે આ અંગે મહત્ત્વપૂર્ણ હુકમ કરી પગલાં ભર્યા છે.
કિંજલ દવે સામે કોપીરાઈટ કોર્ટમાં અરજી…
ચાર ચાર બંગડીવાળી ગાડી પર કિંજલ દવે સામે આ ગીત મુદ્દે કોપીરાઈટ અરજી કરવામાં આવી હતી. જેથી સેશન્સ કોર્ટે હવે આને નહીં ગાવાનો હુકમ કરી દીધો છે. નોંધનીય છે કે રેડ રિબન એન્ટરટેઈનમેન્ટે કોપીરાઈટ કેસ કર્યો છે. જ્યાં સુધી આનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી લાઈવ કોન્સર્ટમાં પણ કિંજલ દવે આ સોન્ગ ગાઈ શકશે નહીં.
જાણો સમગ્ર વિવાદ વિશે…
20 ડિસેમ્બર 2016ના દિવસે આ ગીતને અપલોડ કરાયું હતું. ત્યારપછી ગણતરીના સમયગાળામાં જ તે લોકપ્રિય થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે 2017, જાન્યુઆરીમાં રેડ રિબિન એન્ટરટેઈન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડે એવો દાવો કર્યો છે કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલ દ્વારા આ ગીત લખાયું હતું. જેથી કાર્તિક પટેલ કિંજલ દવેના આ ગીતના માલિક ગણી શકાય.
ADVERTISEMENT
ગીતમાં સામાન્ય ફેરફાર કરી બદલી નાખ્યું હોવાનો ઉલ્લેખ
કિંજલ દવેએ ગીતમાં સામાન્ય ફેરફાર કરીને ચાર ચાર બંગડીવાળી ગીતની નકલ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે 23 સપ્ટેમ્બર 2022ના દિવસે આ કેસની સુનાવણી દરમિયાન કિંજલ દવે તો કોર્ટમાં નહોતી હાજર તેવામાં કાર્તિક પટેલે કાઠિયાવાડી કિંગ્સ ચેનલ પર આ ગીત અપલોટ કર્યું હતું. જેથી આ ગીતના કોપિરાઈટ કેસમાં જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી કોઈપણ કોન્સર્ટમાં આ ગીત ગાઈ શકાશે નહીં.
ADVERTISEMENT