ખેડા નગરપાલિકાનો અંધેર વહીવટ, MGVCLને હપ્તામાં પણ લાઈટબિલ ન ચૂકવતા વીજ કનેક્શન કપાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ ખેડા: ખેડા જિલ્લાની ખેડા નગરપાલિકાની ઘોરબેદરકારી સામે આવી છે. ખેડા નગરપાલિકા દ્વારા MGVCL માં બિલ ના ભરાતા સ્ટ્રીટ લાઈટ કનેક્શન કાપવામાં આવ્યું હતું. અંદાજિત બે કરોડ રૂપિયા ઉપરની રકમના બિલ બાકી છે. એવામાં ખેડા નગરપાલિકા દ્વારા ઇન્સ્ટોલમેન્ટમાં બિલ ભરવાની MGVCLને વાત કરી હતી. જોકે હવે હપ્તા પણ ચૂકી જતા MGVCL દ્વારા કાર્યવાહી કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસથી ખેડા શહેરના 12 જેટલા વિસ્તારોના રહીશો અંધારામાં રહેવા મજબુર બન્યા છે.

MGVCLનું રૂ.2 કરોડનું બિલ બાકી
છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકાના અંધેર વહીવટને કારણે સમયસર ટેક્ષ ચૂકવતા નાગરિકોને પાલિકા તરફથી જરૂરી સુવિધા નથી મળતી. જેને લઈને નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. થોડા સમય પહેલાં જ ખેડા જીલ્લાના ખેડા નગરપાલિકાના અંધેર વહીવટને કારણે એમ.જી.વી.સી.એલમાં અંદાજીત 2 કરોડ રૂપિયાનું બિલ ન ચૂકવાતા એમ.જી.વી.સી.એલ દ્વારા સ્ટ્રીટ લાઈટનું કનેકશન બંધ કરી દેવાતા નગરજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: અમરેલીની ખાનગી કંપનીમાં સિંહનું ‘સરપ્રાઈઝ ચેકિંગ’- જુઓ Video, તરત માર્યો યુટર્ન ‘આપણો વિષય નહીં’

ADVERTISEMENT

ખેડા નગરપાલિકાએ હપ્તા ન ચૂકવતા કનેક્શન કપાયું
પરંતુ એમજીવીસીએલ તથા ખેડા પાલિકાની કમિટીની ટીમની બેઠકમાં હપ્તેથી તમામ બાકી લેણાં ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ખેડા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને કારણે હપ્તા પણ સમયસર ચૂકવાયા નથી. જેને લઈને એમ.જી.વી.સી.એલ દ્વારા ફરી એક વાર સ્ટ્રીટ લાઈટના કનેકશન બંધ કરી દેવાતા ખેડાના ઇન્દિરા નગરી વિસ્તાર,શાંતિનગર, સાર્વજનિક દવાખાના પાસે, સોમનાથ મહાદેવ, ગેબનશા પીર દરગાહ, રાજા શોપિંગ સેન્ટર, બાલાપીર ભાગોળ, પરા દરવાજા આવા અનેક વિસ્તારોના રહીશોને ફરીથી અંધારૂ ઉલેચવાનો વારો આવ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT