ખેડામાં 41 વોટ પડ્યા બાદ EVM ખોટવાયું, પોણા કલાકે નવું EVM મૂકી વોટિંગ શરૂ કર્યું, પણ જૂનાનું શું કર્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખેડા: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. લોકો સવારથી જ મતદાન કેન્દ્ર સુધી પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ વચ્ચે ખેડાના કઠલાલમાં EVM ખોટકાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે નવું EVM રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું પરંતુ તેમાં પણ એરર આવી રહી છે. જેના કારણે મતદાન અટકી ગયું હતું.

પોણો કલાક સુધી મતદાન બંધ રહ્યું
પ્રાપ્ત વિગતો મુજબ, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા છિપિયાલના મતદાન મથકમાં આજે સવારે અંદાજે 9.30 વાગ્યે EVM ખોટકાયું હતું. 41 વોટ પડ્યા બાદ EVMમાં ખામી આવતા મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી. જોકે નવું EVM રિપ્લેસ કરવામાં પણ એરર આવી રહી હતી, જેના કારણે 45 મિનિટ સુધી મતદાનની પ્રક્રિયા બંધ રહી હતી અને 10.15 વાગ્યે ફરીથી EVM સેટ કરીને મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ અંગે ચૂંટણી અધિકારીને જાણ કરવામાં આવી હતી. જે બાદ 41 વોટ પડ્યા તે EVMને સીલ કરીને મૂકી દેવામાં આવ્યું હતું.

મોડાસામાં પણ EVMમાં ખરાબી
નોંધનીય છે કે, મોડાસામાં મતદાન દરમિયાન EVM ખોટકાયું છે. શીકા મતદાન મથકે મતદાન શરૂ થતાં જ EVM ખોટકાયું છે. EVM ખોટવાતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. જ્યારે મોડાસામાં મતદાન કરવા લાંબી લાઈનો લાગી હતી. મોટી સંખ્યામા લોકો વોટ આપવા આવ્યા હતા. લોકો ઉત્સાહ સાથે પોતાનો મત આપી રહ્યા છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હેતાલી શાહ)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT