ખેડાઃ સિંચાઈ વિભાગના પાળામાં મૃત મગર મળી આવતા ચકચાર, અત્યંત દૂર્ગંધ આવતા તપાસમાં મળી લાશ
હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના માતર તાલુકાના વસઈ ગામેથી સિંચાઇ વિભાગના નીકાલના કાંસમાં આશરે 5 થી 7 ફૂટ જેટલો એક મગરનો મૃતદેહ જોવા મળ્યો હતો. ગામના…
ADVERTISEMENT
હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના માતર તાલુકાના વસઈ ગામેથી સિંચાઇ વિભાગના નીકાલના કાંસમાં આશરે 5 થી 7 ફૂટ જેટલો એક મગરનો મૃતદેહ જોવા મળ્યો હતો. ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કામ કરવા માટે જઈ રહ્યા હતા દરમ્યાન સિંચાઈ વિભાગના પાળાની આસપાસ અસહ્ય દુર્ગંધ મારતી હતી. જેથી ખેડૂતોએ તપાસ કરતાં મગર મૃતપાય હાલતમાં જોવા મળતા ખેડૂતો ગભરાઈ ગયા. પ્રાથમિક દ્રષ્ટિએ મગરને કોઇ અજાણી વ્યક્તિએ ઈરાદા પૂર્વક મારી નાખ્યો હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે, મૃત મગરના શરીર ઉપર સ્ટીલ લોખંડના તાર વિટાયેલા હતા.
જીવદયા પ્રેમીઓમાં નારાજગી
મગરનો મૃતદેહ મળી આવવાની વાત ગામમાં વાયુવેગે ફેલાતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો આ સમગ્ર ઘટનાની માહિતી માતર ફોરેસ્ટ વિભાગની ટીમને થતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી મગરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવા માટે મોકલી આપ્યો. ફોરેસ્ટ વિભાગે સંપૂર્ણ ઘટના અંગે સ્થળ તપાસ કરી મગરની ઈરાદા પુર્વક હત્યા કરાઈ છે કે કોઈ અન્ય કારણ તે અંગે તપાસ શરૂ કરી છે. જોકે આ મગરની ક્રુરતા પૂર્વક હત્યા કરાઈ છે કે તેનું આકસ્મિક મોત છે તે વિગત તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.
Jawan Teaser Exclusive: પહેલીવાર પડદા પર ટકલુ દેખાયો શાહરુખ, જવાનના ટિઝરનો એક્સક્લુઝીવ ખુલાસો
એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ મગરનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો છે. સાથે જ જીવદયા પ્રેમીઓમાં પણ આક્રોશ ફેલાયો છે. અને જો મગરની હત્યા કરાઈ છે તો તેના ગુનેગારોને ઝડપી કડક સજા કરવામા આવે તેવી માંગ પણ કરાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT