ખડગેનો મોટો નિર્ણય: CWCની જગ્યાએ નવી કમિટીની કરી રચના, થરૂરનું પત્તું કાપ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી:   મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ બનતાની સાથે જ મોટા નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે.   તેમના તરફથી CWCને બદલે બીજી કમિટીની રચના કરવામાં આવી છે. તે સમિતિમાં 47 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ શશિ થરૂરનું નામ સામેલ નથી. આ યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, એકે એન્ટોની જેવા નામોને ચોક્કસપણે સ્થાન આપવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં કોંગ્રેસના દરેક મોટા નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) દ્વારા લેવામાં આવતા હતા. તે સમિતિમાં કુલ 23 સભ્યો છે. પરંતુ હવે મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) રદ કરી દીધી છે. તેમના સ્થાને તેમણે નવી કમિટીની રચના કરી છે જેમાં 47 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ સમિતિ ઘણા મોટા નિર્ણયો લેશે.

મલ્લિકાર્જન ખડગેએ કોંગ્રેસના બંધારણને ધ્યાનમાં રાખીને આ નવી સમિતિની રચના કરી છે. કોંગ્રેસ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ સ્ટીયરીંગ કમિટીની રચના કોંગ્રેસની કલમ XV(b) હેઠળ કરવામાં આવી છે. જે હવે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની જગ્યાએ કામ કરશે.

ADVERTISEMENT

ખડગેએ પોતાની ટીમના ઘણા મોટા ચહેરાઓને સ્થાન આપ્યું છે. અભિષેક મનુ સિંઘવી, આનંદ શર્મા, રણદીપ સુરજેવાલા, અજય માકન, દિગ્વિજય સિંહ, અંબિકા સોની, હરીશ રાવત, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ, મીરા કુમાર, પીએલ પુનિયા, પ્રમોદ તિવારી, સલમાન ખુર્શીદ, રાજીવ શુક્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. . પરંતુ સવાલ એ છે કે શશિ થરૂરને આ કમિટીમાં શા માટે સામેલ કરવામાં ન આવ્યા.

હવે કારણ કે પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન શશિ દ્વારા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે મત ગણતરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા, મીડિયા સામે કેટલાક નિવેદનો પણ આપ્યા હતા, આવી સ્થિતિમાં કોંગ્રેસના ઘણા નેતાઓ તેમનાથી નારાજ હોવાનું કહેવાય છે. નારાજગી એ વાતની વધારે હતી કે તેમણે મીડિયાની સામે પક્ષની પ્રક્રિયાને પ્રશ્નમાં લાવી દીધી. પરંતુ હવે શું આ જ કારણ છે કે મલ્લિકાર્જુન ખડગેએ શશિ થરૂરને આ નવી ટીમમાં સ્થાન નથી આપ્યું? હજુ સુધી કોંગ્રેસે થરૂરને સામેલ ન કરવા અંગે કોઈ ખુલાસો રજૂ કર્યો નથી. ખુદ શશિ થરૂરે પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ADVERTISEMENT

જાણો કોનો કોનો સમાવેશ કરવામાં આવ્યો 

ADVERTISEMENT

 

 

    follow whatsapp

    ADVERTISEMENT