Gujarat Election: ખંભાળિયા બેઠક જીતવા ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામશે રસાકસી ભર્યો જંગ, AAPએ રમ્યો જોરદાર માસ્ટર સ્ટ્રોક!
દ્વારકા વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી 2022 યોજાશે. જેમાં ભાજપ અને કોંગ્રેસનો જ નહીં આમ આદમી પાર્ટીનો પણ જંગ જામશે. આ રસાકસી ભરી…
ADVERTISEMENT
દ્વારકા વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી 2022 યોજાશે. જેમાં ભાજપ અને કોંગ્રેસનો જ નહીં આમ આદમી પાર્ટીનો પણ જંગ જામશે. આ રસાકસી ભરી ચૂંટણીમાં મોટાભાગની બેઠકો ભાજપ માટે જીતવી સરળ છે, જ્યારે કેટલીક તેને માટે પોતાને નામ કરવી ઘણી મુશ્કેલ. તેવામાં આ વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા બેઠક પર કેવા સમિકરણો હશે તેના પર વિગતે ચર્ચા કરીએ..
ખંભાળિયા બેઠક- દેવભૂમિ દ્વારકાનો મહત્ત્વનો તાલુકો એટલે ખંભાળિયા. આને જિલ્લાનું મુખ્યમથક તરીકે પણ ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે 182 વિધાનસભામાંથી ખંભાળિયા બેઠકનો ક્રમાંક 81 છે. જેના મતવિસ્તારમાં કુલ 264459 મતદારો છે, જેમાંથી 137179 પુરૂષો તથા 127275 મહિલા મતદારોની સંખ્યા છે. તેવામાં 5 અન્ય મતદારોનો પણ આ બેઠક પર સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા વિસ્તારમાંથી 59.89% મતદાન થયું હતું.
- ખંભાળિયા બેઠકમાં જોગરા, માનપર, ચોખંડા, ભોરિયા, ભાંગોલ, શેઠાળ, બોડકી, ફોટડી, ધારાગર, વણવડ, કાટકોલા, કૃષ્ણગઢ ગામ આવેલા છે.
ખંભાળિયા બેઠકની વિગતવાર માહિતી
ખભાળિયા નવાનગરની વાત કરીએ તો તેને રજવાડાઓનું મુખ્યમથક ગણાતું હતું. જેમાં સૌથી પહેલા વાઢેલાનું શાસન હતું અને જામ રાવલે ત્યારપછી કબજો કર્યો હતો. વળી જુના શહેરની વાત કરીએ તો તે કિલ્લેબંધી ધરાવતુ હતુ અને આશરે 350 વર્ષ પહેલા તેને કિલ્લેબંધ કરાયું હતું.
ADVERTISEMENT
ધર્મ- ખંભાળિયા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણુ મોખરે છે, જેમાં મહાદેવના મંદિરોથી લઈ અજમેર પીર દરગાહનો પણ સમાવેશ થાય છે.
જાતિગત સમીકરણ-
ખંભાળિયા બેઠક પર SC અને STની વસતિ 7 ટકા જેટલી છે. અહીં જાતિગત સમીકરણોમાં આહીર, ચારણ, રબારી, જાડેજા, ભરવાડ, મહેર અને મુસ્લિમો વસવાટ કરે છે. તેવામાં આ દરેક જાતિનો પ્રભાવ અહીં વધારે જોવા મળે છે.
ADVERTISEMENT
વિધાનસભામાં પરિણામ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન 2014ની પેટા ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના આહિર મેરામણનો વિજય થયો હતો. જ્યારે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પૂનમ માડમનો વિજય થયો હતો. તેઓ જ્યારે લોકસભામાં ગયા ત્યારે અહીં પેટાચૂંટણીનું આયોજન કરાયું હતું.
ADVERTISEMENT
આપનો માસ્ટર સ્ટ્રોક
આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો હતો. જેમાં AAPએ હિન્દુ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે નવી રણનીતિ બનાવી છે. જેમાં પાર્ટીએ કેતનભાઈ સવજીભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. જોકે આ બેઠક પર ટક્કર ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળતી હોય છે.
પક્ષપલટાની માહિતી
અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત સત્તા પર આવવા માટે દાવપેચની રાજનીતિ રમાતી હોય છે. તેવામાં કોઈપણ પક્ષને અહીં બહુમતી મળી નહોતી જેના કારણે ભાજપે અહીં અઢી વર્ષ સત્તા સંભાળી હતી. તેવામાં ફરિયાદ કર્યા પછી વિકાસ કમિશનર દ્વારા મહિલા સભ્યનું પદ રદ કરાયું છે. જેના કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. તેવામાં રજૂઆત બાદ વિકાસ કમિશ્ર્નર દ્વારા તત્કાલિન પ્રમુખ રેખાબેન ગોરીયાને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા. જેના કારણે રાજકારણ ગરમાયું હતું.
ખેડૂતો અહીં હાલાકીનો સામનો કરી રહ્યા છે
તાલુકામાં દરરોજ આશરે 10 હજારથી વધુ ખેડૂતો ખેત પેદાશોનું ખરીદ વેચાણ કરવા માટે આવતા હોય છે. આ દરમિયાન મોટા યાર્ડમાં એક જ વજન કાંટો હવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં ભૂખ્યા તરસ્યા બેસવું પડતું હોય એવા ખેડૂતો માટે વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણી અને ખાવાની વ્યવસ્થા કરાઈ નથી. વળી અહીં કામ કરતા કર્મચારીઓ કોઈપણ જાતના ભેદભાવ વિના મનફાવે તેમ ખેડૂતો પર રોફ જમાવતા નજરે પડે છે.
ADVERTISEMENT