KGF ફેમ યશના જન્મદિવસ પર મોટી દુર્ઘટના, સેલિબ્રેશનની તૈયારી દરમિયાન કરંટ લાગતા 3 ફેન્સના મોત, 3 ઘાયલ
કન્નડ સુપરસ્ટાર યશ, જેમને તમારામાંથી મોટાભાગના લોકો રોકી ભાઈના નામથી ઓળખે છે. તેમના જન્મદિવસ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અભિનેતા યશ 8મી જાન્યુઆરીએ તેમનો…
ADVERTISEMENT
કન્નડ સુપરસ્ટાર યશ, જેમને તમારામાંથી મોટાભાગના લોકો રોકી ભાઈના નામથી ઓળખે છે. તેમના જન્મદિવસ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અભિનેતા યશ 8મી જાન્યુઆરીએ તેમનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ દિવસે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના જન્મદિવસના સેબિબ્રેશનની તૈયારી દરમિયાન ત્રણ ફેન્સના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાના કટ-આઉટને લગાવતી વખતે કરંટ લાગતા આ ત્રણેયના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
કટઆઉટ લગાવતી વખતે સર્જાઈ દુર્ઘટના
KGF ફેમ યશ ઉર્ફે રોકી ભાઈનો આજે જન્મદિવસ છે અને ચાહકો દ્વારા એમના બર્થડેની જોરદાર તૈયારી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કર્ણાટકના ગડગ જિલ્લાના સુરાંગી ગામમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનું કટઆઉટ લગાવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. યશનું કટઆઉટ લગાવતી વખતે કેટલાક યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના મોત નિપજ્યાં હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ અંગે વધુ માહિતી હજુ સુધી સામે આવી નથી. પરંતુ અભિનેતાના ખાસ દિવસે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે.
2007માં કર્યું હતું ડેબ્યૂ
યશનું અસલી નામ નવીનકુમાર ગૌડા છે. તેમણે 2007માં Jambada Hudugiથી ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેમણે 2008માં Rocky, 2013માં Googly અને 2014માં Mr. and Mrs. Ramachariમાં કામ કર્યું હતું. પરંતુ તેમને દેશ અને દુનિયામાં ઓળખ KGF Chapter 1થી મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT