કેજરીવાલનો કટાક્ષ! કહ્યું- અર્થ વ્યવસ્થા ફ્રી આપવાથી નહીં ચોરી કરવાથી ખરાબ થાય છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં હીરાના વેપારીઓ સાથેના સંવાદ દરમિયાન ભાજપ પર આડકતરો વાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોને ફ્રીમાં વીજળી આપવાની મારી જાહેરાતો નથી ગમતી લાગતી. એનાથી અર્થ વ્યવસ્થા પર અસર થાય એવી અફવા ફેલાવે છે. કેજરીવાલે ફ્રીનો મુદ્દો ઉઠાવી કહ્યું કે અર્થ વ્યવસ્થા ફ્રી આપવાથી નહીં ચોરી કરવાથી ખરાબ થાય છે. ગુજરાત રાજ્ય પર કેટલું બધુ દેવું થઈ ગયું છે. આ લોકો તો કઈ ફ્રી પણ નથી આપતા છતા આટલું દેવું કેવી રીતે થાય એ પ્રશ્ન કેજરીવાલે કર્યો હતો.

ગુજરાતના માથે આટલું બધું દેવું કેમ? – કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે કેટલાક નેતાઓ મને રાક્ષક, આતંકવાદી, ઠગ કહી ગાળો આપે છે. આવા લોકોને વળતો જવાબ આપતા તેમણે કહ્યું કે હું અહીં મારુ કામ બતાવું છું તો તમે પણ તમારુ કામ બતાવો. લોકો ફ્રી મુદ્દે મારા પર નિશાન સાધે છે. ભાજપે 27 વર્ષમાં કઈ ફ્રી કર્યું નથી તો ગુજરાતમાં સાડા ત્રણ લાખ કરોડનું દેવું કેમ થઈ ગયું છે. દિલ્હીમાં અમીરો પણ સરકારી શાળામાં ભણવા માટે પોતાના સંતાનોને મોકલે છે. દિલ્હીમાં તમામ તીર્થ યાત્રા ફ્રીમાં છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે બધુ ફ્રી કરી દીધું છે, છતાં સરકાર નફામાં ચાલે છે અને અમારા માથા પર દેવું નથી.

કેજરીવાલે કહ્યું- મેં બનીયા હું, મુજે યે સબ મેનેજમેન્ટ કેસે કરના હે વો પતા હે.

અરવિંદ કેજરીવાલે ત્યારપછી કહ્યું કે અર્થ વ્યવસ્થા ફ્રી આપવાથી ખરાબ નથી થતી. ચોરી કરવાથી ખરાબ થાય છે. ભાજપના ઘણા ધારાસભ્યો ગરીબીમાં હતા અને અચાનક અમીર બની ગયા હોવાનો દાવો પણ કેજરીવાલે કર્યો છે. વળી તેમણે કહ્યું કે જેટલા રૂપિયા આ લોકોએ લૂંટ્યા છે એ બધા પરત કરાવવાની હું જવાબદારી લઉં છું.

ADVERTISEMENT

માર્કેટમાં નવો માલ આવ્યો છે- આમ આદમી પાર્ટી
અરવિંદ કેજરીવાલે વેપારીઓને કહ્યું કે જ્યારે માર્કેટમાં નવી પ્રોડક્ટ, નવો માલ આવે છે ત્યારે બધાની નજર એના પર હોય છે. તેમ હવે આમ આદમી પાર્ટીના રૂપે માર્કેટમાં નવો માલ આવી ગયો છે. ડબલ એન્જિન ફેંકો હવે માર્કેટમાં નવું એન્જિન આવ્યું છે. જે વીજળીથી ચાલે છે. તેમનું ડબલ એન્જિન તો કોલસાથી ચાલે છે. નવી સોચ, નવી રાજનીતિ સાથે નવી પાર્ટી ગુજરાતમાં આવી ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT